
યુએસ સ્પેસ એજન્સીએ કહ્યું કે અંતરિક્ષયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેવા અને કામ કરવાની તાલીમ દરમિયાન મૌન સંકેતોની મદદથી વાત કરવાનું શીખવવામાં આવે છે. કટોકટીના કિસ્સામાં, આ અવકાશયાત્રીઓ તેમની વાત અન્ય અવકાશયાત્રીઓને બિન-મૌખિક રીતે સમજાવે છે. અવકાશયાત્રીઓ સામાન્ય રીતે હાથના સંકેતોનો સૌથી વધુ ઉપયોગ કરે છે.

નાસાના જણાવ્યા અનુસાર, અવકાશયાત્રીઓ માટે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષાના મુશ્કેલ વાતાવરણમાં મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટે સંકેતોને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાથના ઈશારા કરતી વખતે તેઓ કોઈ ભૂલ કરી શકતા નથી. આ માટે કોઈ અવકાશ જ નથી. ત્યારે સ્પેસવોક દરમિયાન મૌન સંકેતોનું મહત્વ ઘણું વધી જાય છે. (All Photo Credit: Google)