
સેટિંગ્સ વિકલ્પ પર જાઓ અને થોડું નીચે સ્ક્રોલ કરો. ચેટ વિભાગ પર જાઓ.

તમને ચેટ વિભાગમાં ફોન્ટનો વિકલ્પ બતાવવામાં આવશે.

ફોન્ટ પર ક્લિક કર્યા પછી, તમને ત્રણ વિકલ્પો મળશે. સ્મોલ, મીડીયમ અને લાર્જ ઓપ્શન શો હશે.

તમે જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તેને પસંદ કરો જેમકે તમારા વોટ્સએપમાં ફોન્ટ સાઈઝ Small છે તો medium કરો અને large છે તો પણ તમે small કે medium કરી શકો છો.

સ્માર્ટફોનમાં ફોન્ટની સાઈઝ વધારવા : જો તમે તમારા સ્માર્ટફોનની ફોન્ટ સાઈઝ બદલવા ઈચ્છો છો તો તમારે વધારે કરવાની જરૂર નથી. આ માટે તમારે તમારા ફોનના સેટિંગમાં જવું પડશે. આ પછી એક્સેસિબિલિટીના વિકલ્પ પર ક્લિક કરો. આમાં તમને ડિસ્પ્લે સાઇઝ અને ટેક્સ્ટનો વિકલ્પ બતાવવામાં આવશે. ફોન્ટ સાઈઝ પર ક્લિક કરો તમે સ્લાઈડરનો ઉપયોગ કરીને ફોન્ટનું કદ વધારી અથવા ઘટાડી શકો છો. તમે તમારી અનુકૂળતા મુજબ આને એડજસ્ટ કરી શકો છો. જો કે, આ સેટિંગ તમારા ફોનના મોડલ પર આધારિત છે.

આ બે સેટિંગ પછી તમારા સ્માર્ટફોનમાં ચેટ્સ અને આખા ફોનની ફોન્ટ સાઈઝ વધી જશે. જો તમે ફરીથી ફોન્ટ સાઈઝ ઘટાડવા ઈચ્છો છો, તો તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે અને ફોન્ટ સાઈઝ ઘટાડવી પડશે.
Published On - 10:21 am, Tue, 17 December 24