
કોઈ દુર સ્થળે જવું હોય તો કાર ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેટલીક વખત સવારે કાર સ્ટાર્ટ કરવા જઈએ છીએ. અને તે સ્ટાર્ટ થતી નથી. આ સાથે ડેશબોર્ડ પર એક સાથે અનેક વોર્નિંગ લાઈટ ચાલું થઈ જાય છે. ત્યારબાદ જ્યારે બોનટ ખોલવામાં આવે તો અંદર કાપેલી વાયરિંગ જોવા મળે છે. આ સાથે કેટલાક કેસમાં કર ઉંદરોનું ઘર હોય તેવું સામે આવે છે. આ પ્રકારના નુકસાનથી લોકોને હજારો રુપિયાનો ખર્ચો થાય છે.

આજે અમે તમને જણાવીશું કેટલાક ઘરેલું ઉપાયો જેનાથી તમે સરળતાથી ઉંદરોથી છુટકારો મેળવી શકશો. તેમજ તમારા હજારો રુપિયાનો ખર્ચ પણ બચી જશે.

ઉંદરોને કોઈ ગંધ ગમતી નથી. ફુદીનાનું તેલ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઘરેલું ઉપાય માનવામાં આવે છે. ઉંદરોને ભગાડવા માટે, ફુદીનાના તેલના થોડા ટીપાં નાખો અને તેને કારના એન્જિન પાસે, અને ટાયરની આસપાસ સ્પ્રે કરી દો. લવિંગ, કપૂર અને સૂકા લાલ મરચાંની સુગંધ પણ ઉંદરોને દૂર રાખવામાં મદદ કરી શકે છે. જો કે, આ સુગંધ લાંબા સમય સુધી ટકી શકતી નથી, તેથી તેને દર અઠવાડિયે બદલવી જોઈએ

ઉંદરોને ભગાડવા માટે તમે નેચુરલ રેપેલેન્ટનો પણ ઉપયોગ કરી શકો છો. પાણીમાં પેપરમિન્ટ તેલ અથવા નીલગિરી તેલના થોડા ટીપાં મિક્સ કરો. તમે લસણ અથવા લાલ મરીનો અર્ક પણ ઉમેરી શકો છો. પછી, આ દ્રાવણને તમારી કારના ટાયરની અંદર, અંડરબોડી અને પાર્કિંગ એરિયાની આસપાસ સ્પ્રે કરો. વાયરિંગ, બેટરી અથવા ઇલેક્ટ્રિકલ કનેક્ટર્સ પર સીધું સ્પ્રે ન કરવાનું ધ્યાન રાખો, કારણ કે આનાથી નુકસાન થઈ શકે છે. આ ઉંદરોને દૂર રાખવામાં પણ મદદ કરે છે.

તમને જણાવી દઈએ કે, ઉંદરો મોટે ભાગે ત્યાં આવે છે જ્યાં તેમને સરળતાથી ખોરાક અને છુપાવવાની જગ્યાઓ મળી જાય છે. કારની અંદર પડેલા ખોરાકના ટુકડા અથવા પાર્કિંગની નજીક પડેલો કચરો ઉંદરોને આકર્ષિત કરી શકે છે.

તેથી, કારની અંદરનો ભાગ ગંદો ન રહેવા દો અને દર થોડા દિવસે કચરો સાફ કરતા રહો. ઉપરાંત, સમયાંતરે કારના આંતરિક ભાગને વેક્યુમ કરો.

જો તમે તમારી કાર ઘરે પાર્ક કરો છો, તો પાર્કિંગ વિસ્તારમાં કાર્ડબોર્ડ બોક્સ, જૂના ટાયર, અનાજની બોરીઓ અથવા પાલતુ ખોરાક ખુલ્લો ન છોડો, કારણ કે ઉંદરો આવી જગ્યાએ છુપાવવાનું પસંદ કરે છે.