
તોફાનના કારણે 26 લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ લોકો હજુ પણ લાપતા છે. તોફાન કેટલું ભયંકર હતું, તે કારની આ તસવીર જોઈને જ અંદાજી શકાય છે. (ફોટો ક્રેડિટ- રોઇટર્સ)

રાષ્ટ્રપતિ જો બાયડેને શુક્રવારે રાત્રે આવેલા વિનાશક તોફાન બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. રાહત અને બચાવ કામગીરી માટે મિસિસિપીને નાણાકીય સહાય આપવામાં આવશે. (ફોટો ક્રેડિટ- રોઇટર્સ)

વાવાઝોડાએ મિસિસિપીમાં જેક્સનથી લગભગ 96 કિલોમીટર ઉત્તરપૂર્વમાં તબાહી મચાવી હતી. હવામાન વિભાગે વધુ વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. (ફોટો ક્રેડિટ- રોઇટર્સ)