Honda CB300F : હોન્ડાએ લોન્ચ કરી દેશની પ્રથમ 300 cc Flex-Fuel બાઇક, કિંમત છે આટલી

|

Oct 20, 2024 | 7:16 PM

Honda Motorcycle & Scooter India એ સત્તાવાર રીતે નવી CB300F ફ્લેક્સ-ફ્યુઅલ બાઇક લોન્ચ કરી છે, જે ભારતની પ્રથમ 300 cc ફ્લેક્સ-ફ્યુઅલ મોટરસાઇકલ છે. આ બાઇકના લોન્ચ સાથે જ કંપનીએ તેનું ઓફિશિયલ બુકિંગ પણ શરૂ કરી દીધું છે.

1 / 6
Honda Motorcycle & Scooter India એ સત્તાવાર રીતે નવી CB300F ફ્લેક્સ-ફ્યુઅલ બાઇક લોન્ચ કરી છે, જે ભારતની પ્રથમ 300 cc ફ્લેક્સ-ફ્યુઅલ મોટરસાઇકલ છે.

2 / 6
આ બાઇકના લોન્ચ સાથે જ કંપનીએ તેનું ઓફિશિયલ બુકિંગ પણ શરૂ કરી દીધું છે. ખરીદદારો હવે હોન્ડાની બિગવિંગ ડીલરશીપ પર 2024 હોન્ડા CB300F ફ્લેક્સ-ફ્યુઅલ બુક કરી શકે છે અને તેની કિંમત રૂ. 1.70 લાખ (એક્સ-શોરૂમ) છે.

3 / 6
આ બાઈક E85 ઈંધણ પર ચાલશે. એટલે કે તેમાં વપરાતું ઇંધણ 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલ હશે. ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન સિવાય કંપનીએ આ બાઇકમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ બાઇકનો લુક, ડિઝાઇન અને હાર્ડવેર વગેરે પહેલા જેવા જ છે.

4 / 6
આ બાઇક મોટાભાગે સ્ટાન્ડર્ડ મોડલ જેવી જ છે. તેમાં LED હેડલાઇટ અને મસ્ક્યુલર બોડી વર્ક જોવા મળે છે. તેના ફ્રન્ટને થોડો વધુ શાર્પ બનાવવામાં આવ્યો છે, જે તેને સ્પોર્ટી લૂક આપે છે. આ બાઇકને બે કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવી છે. જેમાં લાલ અને ગ્રે રંગનો સમાવેશ થાય છે. તેના ડિસ્પ્લેમાં ઈથેનોલ ઈન્ડિકેટર પણ આપવામાં આવ્યું છે.

5 / 6
કંપનીએ આ બાઇકમાં 293.5 cc ક્ષમતાના સિંગલ-સિલિન્ડર ઓઇલ કૂલ્ડ એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે 24.5bhpનો પાવર અને 25.9Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. આ બાઇકમાં LED ઇલ્યુમિનેશન સાથે પહેલાની જેમ જ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ છે.

6 / 6
હાર્ડવેર વિશે વાત કરીએ તો, કંપનીએ CB300Fમાં એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) અને ટ્રેક્શન કંટ્રોલ જેવા ફીચર્સ સામેલ કર્યા છે. તેના આગળના ભાગમાં સોનેરી રંગનું અપ-સાઇડ-ડાઉન ફોર્ક સસ્પેન્શન છે. મોનોશોક સસ્પેન્શન પાછળના ભાગમાં છે. આ બાઇકના બંને વ્હીલમાં સિંગલ ડિસ્ક બ્રેક છે.

Next Photo Gallery