
'વંદો' જેને જોતાની સાથે જ ઘણા લોકો દૂર ભાગી જાય છે, તો વળી ઘણા તેને મારવા માટે હથિયાર ઉપાડી લે છે. ઘરના ખૂણાઓમાં છુપાયેલા આ વંદા નાકમાં દમ કરી દે છે. ખાવાની ચીજવસ્તુઓ પર ચઢવાથી લઈને વાસણો અને સિંક પાસે એમનો જમાવડો સૌથી વધુ રહે છે.

તેઓ માત્ર ગંદકી જ નથી ફેલાવતા પરંતુ ખોરાકને પણ દૂષિત કરે છે, જે સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. વંદાને મારવા માટે ઘણા લોકો કેમિકલ સ્પ્રેનો ઉપયોગ કરે છે પરંતુ આ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં, તેનાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરગથ્થુ ઉપાયોની મદદ લઈ શકો છો.

વંદાને ભગાડવા માટે તમારા રસોડામાં જોવા મળતું તમાલપત્ર (તેજ પત્તા) તમારા ખૂબ કામ આવી શકે છે. આ માટે તમે તમાલપત્રને પીસીને રસોડાના ખૂણાઓમાં અને એવી જગ્યાઓ પર જ્યાં વંદા સૌથી વધુ હોય ત્યાં નાખી દો. તમાલપત્રની સુગંધ વંદાને પસંદ નથી હોતી, તેથી તેઓ ત્યાંથી ભાગી જાય છે.

લીમડામાં કુદરતી એન્ટી-બેક્ટેરિયલ (Antibacterial) ગુણો જોવા મળે છે. આવી સ્થિતિમાં તમે લીમડાનું તેલ અથવા લીમડાનો સ્પ્રે બનાવીને તેને એવી જગ્યાઓ પર છાંટી શકો છો કે, જ્યાં વંદા રહે છે. આ સિવાય લીમડાના પાનને સૂકવીને અને તેને પીસીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.

સફેદ વિનેગર (સિરાકા) અને પાણી મિક્સ કરીને તૈયાર કરવામાં આવેલો સ્પ્રે વંદાને દૂર રાખવામાં મદદ કરે છે. તેને કિચન સ્લેબ, સિંક અને કબાટોની આસપાસ છાંટી શકાય છે. આનાથી દુર્ગંધ પણ દૂર થાય છે અને સ્વચ્છતા જળવાઈ રહે છે.