
આદુનું પાણી- આદુમાં રહેલા ગુણો એસિડિટી ઘટાડવામાં મદદરૂપ છે. આ માટે આદુના ટુકડાને પાણીમાં ઉકાળો, જ્યારે તે ગરમ થઈ જાય, ત્યારે તમે તેને ગાળીને પી શકો છો.

છાશનું સેવન કરો - જો તમને ગેસ કે એસિડિટીની સમસ્યા હોય તો તમે છાશ પી શકો છો. તેમાં રહેલું લેક્ટિક એસિડ એસિડિટી ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે.

કાળા મરીનું સેવન કરો- જો તમને ગેસની સમસ્યા હોય તો તમે કાળા મરીનું સેવન કરી શકો છો. આ માટે તમે કાળા મરી મિક્સ કરીને દૂધ પી શકો છો.આનાથી ગેસને કારણે થતી એસિડિટીની સમસ્યા રાહત થશે.