ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ મંદિરમાં કરી પૂજા-અર્ચના કરી, સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ પણ કરી લોન્ચ, જુઓ Photos

|

Mar 19, 2023 | 6:17 PM

Amit Shah in Gujarat : કેન્દ્રીય મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રવિવારે ગૃહમંત્રી અમિત શાહે ગીર સોમનાથના સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી અને સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ પણ લોન્ચ કરી.

1 / 5
 ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને આજે શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. તેમજ લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટે કેન્દ્રિય ગૃહ મંત્રીએ પ્રાર્થના કરી હતી.

2 / 5
 કેન્દ્રીય ગૃહમંત્રીએ મહાદેવ સમક્ષ જળાભિષેક કરી પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સોમેશ્વર મહાપૂજા, ધ્વજાપુજા અને પાઘ પુજા કરી ધન્યતા અનુભવી હતી. પુજા વિધી બાદ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી  જે.ડી.પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ સ્મૃતિચિન્હ અર્પણ કરી કેન્દ્રીય ગૃહ મંત્રીનું સન્માન કર્યું હતું.

3 / 5
    અમિત શાહે પરિવાર સાથે મળીને મહાદેવની પૂર્જા અર્ચના કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીની સોમનાથ મુલાકાત દરમિયાન  અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

4 / 5
કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા મંદિરમાં "સોમનાથ યાત્રા એપ"  ઈ- લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. વન સ્ટોપ સોલ્યુશન"સોમનાથ યાત્રા એપ"એ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મુસાફરોની સુવિધાની દિશામાં મહત્વનું પગલું છે. આ એપની મદદથી યાત્રાધામ સોમનાથ, ભાલકા રામ મંદિરના મુખ્ય મંદિરોના જીવંત દર્શન તેમજ આવાસ અને સોમનાથ કેવી રીતે પહોંચવું તેની માહિતી ઉપરાંત ટ્રેન, બસ, નજીકના એરપોર્ટની માહિતી મળી રહેશે.

5 / 5
 તેમજ આરોગ્યધામ માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેના ગૃહમંત્રી સમક્ષ આરોગ્ય વિભાગ અને સોમનાથ ટ્રસ્ટ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.

Next Photo Gallery