હોળીકાની આગમાં ગાયના છાણા અર્પણ કરવાથી પરિવાર પરથી સંકટ દૂર થાય છે અને નકારાત્ક શક્તિઓ દૂર થાય છે.
હોળીકાની આગમાં ઘઉં અર્પણ કરવાથી ઘરમાં ધન-ધાન્યની અછત રહેતી નથી.
હોળીકાની આગમાં નારિયલ અર્પણ કરવાથી ઘરમાંથી રોગનું પ્રમાણ ઘટે છે.
હોળીકાની આગમાં કપૂર અર્પણ કરવું જોઈએ. તેનાથી પિતૃ દોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે.
હોળીકાની આગમાં લીલા ચણા અર્પણ કરવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે અને નોકરી-વ્યવસાયમાં ઉન્નતિ થાય છે.
હોળીકાની આગમાં શેરડી અર્પણ કરવાથી જીવનની દરેક સમસ્યાઓ સ્વાહા થઈ જાય છે. તેનાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે. (નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી)
Published On - 6:29 pm, Mon, 6 March 23