
હાફ ટાઈમ સુધી સ્કોર 0-0 હતો. બીજા હાફમાં એટલે કે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં ભારતે ગોલ કર્યા. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહ અને અભિષેકે બે-બે ગોલ કર્યા હતા. જ્યારે મનદીપ સિંહ, વિવેક સાગર પ્રસાદ, મનપ્રીત સિંહ અને સુખજીત સિંહે એક-એક ગોલ કર્યા હતા.

ભારત ભલે હોકી વર્લ્ડ કપ 2023ની ટ્રોફીની રેસમાંથી બહાર થઈ ગઈ છે. પણ કલાસિફિકેશન મેચમાં ભારતને સપોર્ટ કરવા માટે દર્શકો પહેલાની જેમ આજે પણ હાજર હતા.