પોંગલના તહેવાર સાથે જ શરુ થાય છે Jalikattu, જાણો આ રમત સાથે જોડાયેલી રોચક વાતો

|

Jan 14, 2023 | 12:00 AM

Jalikattu : આ વર્ષે જલ્લીકટ્ટુ ઉત્સવ મદુરાઈમાં 15 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી ઉજવવામાં આવશે. ચાલો જાણીએ કેવી રીતે શરૂ થયો આ 2000 વર્ષ જૂનો તહેવાર.

1 / 5

આ રમતને યેરુ થઝુવુથલ પણ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે આખલાને ભેટવું. આ રમતમાં નાની શેરીની બંને બાજુ સ્ટેન્ડ મૂકવામાં આવે છે અને શેરીમાં ખેડેલી માટી હોય છે. બળદને Vaadivaasalથી દૂર ભગાડવામાં આવે છે.

2 / 5
મદુરાઈમાં  આ વર્ષે 15 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી આ રમત તહેવારની જેમ ઉજવવામાં આવશે. પૌરાણિક સમયથી ઘરો અને ખેતરોમાં બળદનો ઉપયોગ કરવામાં આવે છે. પછી તે જમીન ખેડવા માટે હોય કે ગાડું ખેંચવા માટે હોય, હંમેશા બળદોની મદદ લેવામાં આવે છે. પોંગલ તહેવાર લણણીના સમયે ઉજવવામાં આવે છે.

3 / 5
આ રમત માત્ર બળદ માટે જ નહીં પણ માણસો માટે પણ ખૂબ જ ખતરનાક છે, તેમાં મૃત્યુનું જોખમ છે. આ જ કારણ છે કે આ રમતને લઈને ઘણા વિવાદ થતા રહે છે.

4 / 5
વર્ષ 2015માં સુપ્રીમ કોર્ટે જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ આ નિર્ણય સામે રાજ્યભરમાં જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો, જે બાદ તેને માન્ય જાહેર કરવામાં આવ્યો હતો.

5 / 5
Jalikattu ને લઈને તમિલનાડુના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. આ વર્ષે પણ આ રમતને ભવ્ય રીતે રમવામાં આવશે.

Published On - 11:59 pm, Fri, 13 January 23

Next Photo Gallery