
આ પછી દેશમાં સમય અને પરિસ્થિતિ પ્રમાણે નોટો બદલાતી રહી છે. ડિઝાઈનની સાથે જે કાગળ પર નોટો છાપવામાં આવી હતી તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. આ બધું સમયની માંગ અને દેશની અર્થવ્યવસ્થાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.

એક, બે, પાંચ, દસ અને સો રૂપિયાની નોટોમાં સૌથી વધુ ફેરફાર કરવામાં આવ્યા છે. હાલમાં એક અને બે રૂપિયાની નોટ ખાસ ચલણમાં નથી.

સૌથી ઓછો ફેરફાર 500 રૂપિયાની નોટમાં થયો છે. આ નોટ માત્ર એક જ વાર બદલવામાં આવી છે.

2016માં નોટબંધી બાદ 1000 અને 500 રૂપિયાની જૂની નોટો પણ બંધ કરી દેવામાં આવી હતી. 500 રૂપિયાની નોટ નવા સ્વરૂપમાં પરત ફરી છે. અત્યારે સૌથી મોટી નોટ 2 હજાર રૂપિયાની છે.