History of city name : નખી લેકના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

અરવલ્લી પર્વતમાળાની સુંદર વાદીઓ વચ્ચે આવેલું નક્કી તળાવ, નખી લેક ભારતના લોકપ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુનું એક આકર્ષક અને પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે,નખી લેકને નક્કી લેક તરીકે પણ ઓળખવામા આવે છે. સામાન્ય રીતે ગુજરાતમાં નખી લેક તરીકે વધુ પ્રચલિત છે, લોકોમાં જાણીતુ છે.

| Updated on: May 12, 2026 | 2:20 PM
1 / 5
હિન્દુ માન્યતાઓ મુજબ નખી લેક ખૂબ જ પ્રાચીન અને પવિત્ર તળાવ ગણાય છે. કહેવાય છે કે આ તળાવ નખ વડે ખોદવામાં આવ્યું હતું, તેથી તેનું નામ “નક્કી” પડ્યું, એક લોકકથા મુજબ દેવતાઓએ બષ્કાલી નામના રાક્ષસથી બચવા માટે અહીં આશ્રય મેળવવા આ તળાવ બનાવ્યું હતું। બીજી લોકપ્રચલિત કથા અનુસાર, દેલવાડા જૈન મંદિર સાથે જોડાયેલા શિલ્પકાર રસિયા બલમે પોતાના નખથી આ તળાવ ખોદ્યું હતું. (Credits: - Wikipedia)

2 / 5
એક લોકકથા અનુસાર, રાજાએ જાહેરાત કરી હતી કે જે વ્યક્તિ એક જ રાતમાં તળાવ તૈયાર કરશે, તે તેની રાજકુમારી સાથે લગ્ન કરી શકશે, રસિયા બલમે ભારે મહેનત કરીને તળાવ ખોદ્યું, પરંતુ બાદમાં રાણીએ આ લગ્ન માટે મંજૂરી આપી નહોતી, તેથી રશિયા બલમના રાજકુમારી સાથે લગ્ન થઇ શક્યા નહીં, કહેવાય છે કે રસિયા બલમ અને રાજકુમારીનું મંદિર આજે પણ દેલવાડા જૈન મંદિરની પાછળ આવેલું છે.  (Credits: - Wikipedia)

3 / 5
નખી લેક લગભગ અડધા માઇલ જેટલું લાંબું અને વિશાળ વિસ્તાર ધરાવતું સુંદર તળાવ છે. તેની ઊંડાઈ પશ્ચિમ ભાગમાં આવેલા બંધ પાસે વધુ જોવા મળે છે. માઉન્ટ આબુમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે આ તળાવ મુખ્ય આકર્ષણોમાંનું એક માનવામાં આવે છે. તળાવની બાજુમાં આવેલી એક ટેકરી પર પ્રસિદ્ધ દેડકાનો ખડક આવેલો છે. આ ખડકનો આકાર એવો દેખાય છે કે જાણે કોઈ દેડકો તળાવમાં કૂદવા તૈયાર હોય, તેથી તેને “દેડકાનો ખડક” નામ આપવામાં આવ્યું છે. (Credits: - Wikipedia)

4 / 5
દેડકાનો ખડક સુધી પહોંચવા માટે બે રસ્તા છે, એક ખડકાળ ટેકરી પરથી ચઢીને અને બીજો નક્કી તળાવ તરફ જતા પગથિયાં દ્વારા। તળાવની બાજુથી સનસેટ પોઇન્ટ તરફ જતો માર્ગ પણ આવેલો છે.  જોકે આ વિસ્તારમાં રીંછ અને દીપડા જેવા જંગલી પ્રાણીઓ જોવા મળતા હોવાથી ત્યાં ઉપર સુધી જવાની મનાઈ રાખવામાં આવી છે, તળાવની આસપાસની ટેકરીઓ પર રઘુનાથ મંદિર અને મહારાજા જયપુર પેલેસ પણ આવેલાં છે, અહીં પ્રવાસીઓ માટે બોટિંગ અને ઘોડા સવારી જેવી મોજમસ્તીની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.  (Credits: - Wikipedia)

5 / 5
12 ફેબ્રુઆરી 1948ના રોજ મહાત્મા ગાંધીની અસ્થિઓનું વિસર્જન નક્કી તળાવમાં કરવામાં આવ્યું હતું, તેમની યાદમાં અહીં ગાંધી ઘાટનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)  (Credits: - Wikipedia)

Follow Us