બ્રાહ્મણો પણ ખાય છે ‘માછલી’ અને ‘મટન’! ભારતના આ 7 સમુદાયની પરંપરા જાણીને ચોંકી જશો

બ્રાહ્મણ સમુદાયને હંમેશા શાકાહાર સાથે જોડીને જોવામાં આવે છે.આ બધા વચ્ચે દેશના એવા 7 બ્રાહ્મણ સમુદાયો પણ છે, જેમના પરંપરાગત ભોજનમાં માછલી અને મટનનો ખાસ સમાવેશ થાય છે. આ 7 બ્રાહ્મણ સમુદાયોની ખાન-પાનની પરંપરા જાણીને તમે પણ ચોંકી જશો.

| Updated on: Nov 24, 2026 | 3:31 PM
1 / 7
ભારતમાં બ્રાહ્મણ સમુદાયને ઘણીવાર શાકાહારી ભોજન સાથે જોડીને જોવામાં આવે છે. સામાન્ય રીતે લોકોની માન્યતા હોય છે કે, બ્રાહ્મણો માંસ-માછલી ખાતા નથી. ભારતની ખાન-પાનની પરંપરાઓ એટલી વૈવિધ્યસભર છે કે, દરેક પ્રદેશમાં એકસરખી ભોજન સંસ્કૃતિ જોવા મળતી નથી. દેશમાં એવા ઘણા બ્રાહ્મણ સમુદાયો છે, જેમના પરંપરાગત ભોજનમાં માછલી અને માંસ જોવા મળે છે.

2 / 7
સૌથી પહેલાં નામ મૈથિલી બ્રાહ્મણોનું આવે છે. બિહારના મિથિલાંચલમાં રહેતા મૈથિલી બ્રાહ્મણોના ખાન-પાનમાં માછલીનું ખાસ સ્થાન છે. અહીં માછલીને માત્ર માંસાહારી ભોજન નહીં પરંતુ પરંપરાગત ખાન-પાનનો હિસ્સો માનવામાં આવે છે. ઘણા પરિવારોમાં માછલી વિના ખાસ ભોજ અધૂરું માનવામાં આવે છે.

3 / 7
બીજા નંબર પર ગૌડ સારસ્વત બ્રાહ્મણ છે. મુખ્યત્વે ગોવા અને કોંકણની આસપાસ રહેતા આ સમુદાયના પરંપરાગત ભોજનમાં માછલી અને સીફૂડની ખાસ જગ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેવાને કારણે માછલી તેમના ભોજનનો મહત્વનો હિસ્સો રહી છે.

4 / 7
ત્રીજા નંબર પર કાશ્મીરી પંડિત આવે છે. તેમના પરંપરાગત ખાન-પાનમાં મટનનું વિશેષ મહત્વ છે. રોગન જોશ, યખની અને કબાબ જેવી વાનગીઓ કાશ્મીરી પંડિત ભોજન સંસ્કૃતિની ઓળખ છે. ઓડિશાના ઘણા બ્રાહ્મણ સમુદાયોમાં માછલી ખાવાની પરંપરા મળે છે. અહીંના કેટલાક પરિવારોના પરંપરાગત ભોજનમાં માછલીને ખાસ સ્થાન આપવામાં આવે છે. જો કે, બધા પરિવારોનું ખાન-પાન એકસરખું હોતું નથી.

5 / 7
પશ્ચિમ બંગાળની ભોજન સંસ્કૃતિમાં માછલીનું વિશેષ મહત્વ છે. બંગાળના ઘણા બ્રાહ્મણ પરિવારોમાં પણ માછલી ખાવાની જૂની પરંપરા રહી છે. અહીં માછલીમાંથી બનતી ઘણી વાનગીઓ રોજિંદા ભોજનનો હિસ્સો છે. આસામના બ્રાહ્મણ સમુદાયોમાં પણ માછલી અને અન્ય માંસાહારી વાનગીઓ ખાવાની પરંપરા મળે છે. અહીં નદીઓ અને જળ સ્રોતોની ઉપલબ્ધતાએ સ્થાનિક ખાન-પાનને પ્રભાવિત કર્યું છે.

6 / 7
ઉત્તરાખંડના કુમાઉં અને ગઢવાલ પ્રદેશોના કેટલાક બ્રાહ્મણ પરિવારોમાં પણ માંસાહાર પ્રચલિત રહ્યો છે. અહીં પણ પરિવાર, સ્થાનિક માન્યતાઓ અને વ્યક્તિગત પસંદ મુજબ ખાન-પાન અલગ-અલગ હોઈ શકે છે. હકીકતમાં, ભારતના દરેક પ્રદેશની આબોહવા, ખેતી અને જીવનશૈલી અલગ રહી છે. પહાડી વિસ્તારોમાં ખેતીની મર્યાદિત શક્યતાઓ અને ઠંડા હવામાને સ્થાનિક ખાન-પાનને પ્રભાવિત કર્યું. નદીઓ, તળાવો અને સમુદ્રની આસપાસ રહેતા સમુદાયોના ભોજનમાં માછલી સ્વાભાવિક રીતે એડ (Add) થઈ.

7 / 7
મિથિલાંચલ અને બંગાળ જેવા વિસ્તારોમાં માછલીને ઘણીવાર સ્થાનિક બોલીમાં જળ તરકારી પણ કહેવામાં આવે છે. કેટલાક પરિવારો માટે માછલી રોજિંદા ભોજનનો હિસ્સો છે. આ રીતે ભારતમાં બ્રાહ્મણ સમુદાયોની ભોજન પરંપરાઓ એકસરખી નથી. ખાન-પાનની રીત પ્રદેશ, પરિવાર અને વ્યક્તિગત પસંદ મુજબ બદલાતી રહી છે.

Follow Us
Loading...
Unable to load recommendations.