લક્ષદ્વીપના પ્રશાસકે સુંદર સ્થળને વિકસાવતા પહેલા ગુજરાતના આ શહેરની કાયાપલટ કરી હતી, જુઓ
લક્ષદ્વીપ આજે ચારેબાજુ ચર્ચામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપની મુલાકાત લીધા બાદ તસ્વીરો શેર કરી હતી. બસ ત્યારથી જ માલદીવમાં લક્ષદ્વીપ, ભારત અને વડાપ્રધાન મોદી માટે કેટલાક લોકોએ ઈર્ષામાં આવી ઝેર ઓકવા લાગ્યા હતા. લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે સંઘપ્રદેશના વિકાસને હાથ ધર્યો છે, જે પ્રફુલ પટેલે ગુજરાતના શહેરની માત્ર પાંચ જ વર્ષમાં જ કાયાપલટ કરી દીધી હતી.
1 / 9
ચૂંટણીમાં એક ટર્મ માટે વિજયી થનાર જનપ્રતિનિધિ પોતાના વિસ્તારના માટે કેટલું યોગદાન આપી શકે એ જોવુ હોય તો આ માટેનું ઉત્તમ ઉદાહરણ હિંમતનગર હોઈ શકે. આ હિંમતનગરની કાયાપલટ માત્ર 5 જ વર્ષમાં થઈ હતી. જે કાયાપલટ કરતો વિકાસ એ જ વ્યક્તિએ કર્યો હતો, જે હાલમાં લક્ષદ્વીપને લઈ ચર્ચામાં છે.
2 / 9
લક્ષદ્વીપ ઉપરાંત દમણ, દીવ અને દાદરાનગરના પ્રશાસક તરીકે જવાબદારી સંભાળી રહેલા પ્રફુલ પટેલ મૂળ ગુજરાતી છે. તેઓએ રાજકીય કારકિર્દીની શરુઆત હિંમતનગરમાં વિધાનસભાની ચૂંટણી લડીને કરી હતી. પ્રથમ વાર ચૂંટણી લડતા જ તેઓ હિંમતનગરના વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2010 થી 2012 સુધી ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પદ પર પણ રહ્યા હતા.
3 / 9
લક્ષદ્વીપ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. લક્ષદ્વીપને કુદરતે ભરપૂર દરિયાઈ સૌંદર્ય આપ્યુ છે. હવે તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે લક્ષદ્વીપ પ્રશાસકે પ્રયાસો શરુ કર્યા છે. અહીં 7 અને 5 સ્ટાર હોટલ અને દરિયામાં વોટર વિલા તૈયાર કરવામાં આવશે. વિશાળ એરપોર્ટ થી લઈને સુંદર બોટની વ્યવસ્થા પણ ઉપલબ્ધ હશે.
4 / 9
એક જ ટર્મ ધારાસભ્ય રહેતા તેઓએ હિંમતનગરનો કાયાપલટ કરતો વિકાસ કર્યો હતો. હિંમતનગર શહેરના તમામ મુખ્ય રસ્તાઓને ફોર લાઈન કરવાથી લઈને મેડિકલ કોલેજ સુધીની ભેટ શહેરને આપી હતી. જેમાં હિંમતનગરને સુંદર બનાવવા માટે પ્રફુલ પટેલે કેનાલ ફ્રન્ટ તૈયાર કર્યો હતો.
5 / 9
કેનાલ ફ્રન્ટને અમદાવાદની સાબરમતી નદીના રિવરફ્રન્ટની થીમ પર તૈયાર કરવામાં આવ્યો હતો. શહેરની સૌથી ગંદકી ભર્યા સ્થળને કેનાલ ફ્રન્ટમાં ફેરવી દેતા આજે શહેર અને જીલ્લાના સૌથી સુંદર વિકાસ કાર્ય તરીકે મનાય છે. જેનું લોકાર્પણ નરેન્દ્ર મોદીએ કર્યુ હતુ.
6 / 9
હિંમતનગરને અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી 2011માં લાગુ કરવામાં આવ્યુ હતુ. આમ હુડા લાગુ થવાને લઈ હિંમતનગર શહેરનો 110 ચોરસ કિલોમીટર વિસ્તારનો વિકાસ હવે ગતિ પકડશે. જે સ્થાનિકોના જીવન ધોરણને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
7 / 9
હિંમતનગરને મેડિકલ કોલેજની પણ ભેટ મળી હતી અને સાથે વિશાળ સિવિલ હોસ્પિટલ પણ જિલ્લાને મળી છે. જેને લઈ જે અરવલ્લી અને સાબરકાંઠાના માટે આશિર્વાદરુપ બની છે. મેડિકલ કોલેજ અને નવી અદ્યતન સિવિલ હોસ્પિટલ પણ ધારાસભ્ય રહેતા પ્રફુલ પટેલના પ્રયાસથી સાબરકાંઠામાં શક્ય બની હતી.
8 / 9
હિંમતનગરને દેશની પ્રથમ એનિમલ હોસ્ટેલની ભેટ મળી હતી. જેને પણ નરેન્દ્ર મોદીએ ખુલ્લી મુકી હતી. જ્યાં દૂધાળા પશુઓને રાખીને તેનું પાલન કરવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત કામધેનૂ યુનિવર્સિટીની ભેટ પણ હિંમતનગરને મળી હતી.
9 / 9
આમ માત્ર પાંચ જ વર્ષ અને એક જ ટર્મના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવવા છતાં 1000 કરોડથી વધારે ખર્ચે તે સમયે વિકાસ કાયાપલટ કરતો કરવામાં આવ્યો હતો. 1 જ ટર્મમાં વિકાસ કરવાની ઈચ્છા બધુ શક્ય બનાવી શકે છે, એ વાતની શીખ આજે પણ હિંમતનગર આપી રહ્યુ છે.
Published On - 3:56 pm, Tue, 9 January 24