
તેનું પૂરું નામ 'Spirytus rektyfikowany' છે. તેનો અર્થ એ છે કે તેમાં સૌથી શુદ્ધ આલ્કોહોલ છે.

આ વોડકામાં 96 ટકા આલ્કોહોલ હોય છે. રેક્ટિફાઇડ સ્પિરિટનું બીજું નામ ન્યુટ્રલ સ્પિરિટ છે.

આ સ્પિરિટ લગભગ સંપૂર્ણપણે આલ્કોહોલમાંથી બનાવવામાં આવે છે. આ સ્પિરિટ પોલેન્ડમાં તૈયાર કરવામાં આવે છે.

તેનો ઉપયોગ ઔષધીય હેતુઓ માટે અથવા અન્ય કોકટેલ અથવા પીણાં માટે બેઝ સ્પિરિટ તરીકે થાય છે. આ બોટલના લેબલ પર ચેતવણી પણ છાપવામાં આવી છે.

ઘણા વપરાશકર્તાઓએ યુટ્યુબ પર આ વોડકા અજમાવતા વીડિયો અપલોડ કર્યા છે, તેમના મતે આ દારૂનો એક પેગ તમારું માથું ફેરવી શકે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. દારૂ પીવો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.)