Kedarnath Dham : યાત્રા પર જતા પહેલા અહીં જાણો કેદારનાથ ધામના એવા રહસ્યો જે તમે નહીં જાણતા હોવ

|

May 27, 2022 | 11:53 AM

કેદારનાથ જ્યોતિર્લિંગ અથવા કેદારનાથ ધામ (Kedarnath) એ ભગવાન શંકરને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર સ્થાન છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે.

1 / 5
કેદારનાથ મંદિર હિમાલયની ગોદમાં આવેલું એક ધાર્મિક સ્થળ છે. જ્યોતિર્લિંગોમાંનું એક અને સર્વોચ્ચ કેદારેશ્વર જ્યોતિર્લિંગ અહીં સ્થાપિત છે. આ ધામ સાથે ઘણી રસપ્રદ વાતો અથવા રહસ્યો જોડાયેલા છે. અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

2 / 5
પૌરાણિક કથાઓ અનુસાર, મંદિરનું નિર્માણ સૌથી પહેલા પાંડવોએ અહીં કરાવ્યું હતું. કહેવાય છે કે, પાપોથી મુક્તિ મેળવવા માટે તે ભગવાન શિવની શોધમાં કેદારનાથ પહોંચ્યા. તેણે આ જગ્યા શોધી કાઢી અને અહીં મંદિર બનાવ્યું. પાછળથી 8મી સદીમાં, આદિ શંકરાચાર્યએ આ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું.

3 / 5
પાંડવો દ્વારા બનાવવામાં આવેલ મંદિર સમય પસાર થવાને કારણે અદ્રશ્ય થઈ ગયું. આ પછી આદિ શંકરાચાર્યએ અહીં એક મંદિર બનાવ્યું, જેના માટે કહેવાય છે કે આ પણ લગભગ 400 વર્ષ સુધી બરફમાં દટાયેલું રહ્યું. આ મંદિરની પાછળ તેમની સમાધિ પણ છે.

4 / 5
એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવ પાંડવોને દર્શન આપવાનું ટાળતા હતા અને કેદારનાથમાં બળદનું રૂપ ધારણ કર્યું હતું.  એવું માનવામાં આવે છે કે જ્યારે શિવ બળદના રૂપમાં અદૃશ્ય થઈ ગયા, ત્યારે તેમનો ઉપરનો ભાગ પશુપતિનાથ મંદિર (નેપાળ)માં દેખાયો અને બીજો ભાગ અહીં કેદારનાથમાં રહ્યો. ત્યારથી અહીં બળદની પૂજા કરવામાં આવે  છે.

5 / 5
દિવાળી પછી અહીં મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને પછી મે મહિનામાં ખોલવામાં આવે છે. અહીં લગભગ 6 મહિના સુધી દીવો બળતો રહે છે. નવાઈની વાત એ છે કે આ દીવો છ મહિના સુધી સતત પ્રગતો રહે છે.

Next Photo Gallery