
(તસવીરઃ લાન્સ નાઈક સાયે તેજા). IAFનું Mi-17V5 હેલિકોપ્ટર સવારે 11.45 વાગ્યે સુલુર એરબેઝથી રાવત, તેમની પત્ની અને 11 સંરક્ષણ કર્મચારીઓને વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ માટે લઈને નીકળ્યું હતું. હેલિકોપ્ટર તામિલનાડુના કુન્નુર પાસે બપોરે 12.20 વાગ્યે ક્રેશ થયું હતું.

(તસવીરઃ નાયક જિતેન્દ્ર કુમાર). ભારતીય વાયુસેનાએ બપોરે 1.53 વાગ્યે પુષ્ટિ કરી કે તેનું Mi-17V5 હેલિકોપ્ટર કુન્નૂર નજીક ક્રેશ થયું છે, જેમાં જનરલ બિપિન રાવત પણ સવાર હતા.

(ફોટો: લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંઘ). IAF એ સાંજે 6.03 કલાકે જાહેરાત કરી હતી કે રાવત, તેમની પત્ની અને હેલિકોપ્ટરમાં સવાર અન્ય 11 લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. વાયુસેનાએ એમ પણ કહ્યું કે ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ અકસ્માતમાં ઘાયલ થયા છે અને તેમની વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

(ફોટો: બ્રિગેડિયર એલ.એસ. લિડર). રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અત્યંત દુ:ખદ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 લોકોના આકસ્મિક અવસાનથી તેઓ ખૂબ જ દુઃખી છે.

(તસવીરઃ હવાલદાર સતપાલ રાજ). આર્મી સ્ટાફના વડા જનરલ એમ.એમ. નરવણે અને અન્ય સૈન્ય અધિકારીઓએ પણ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 જવાનોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.

(તસવીર- વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચવ્હાણ) તે Mi-17V5 હેલિકોપ્ટરના પાયલટ હતા જે અકસ્માતનો ભોગ બન્યા હતા. આ સિવાય તેઓ સુલુર સ્થિત ભારતીય વાયુસેનાના 109 હેલિકોપ્ટર સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર પણ હતા.