
અમરેલી, ધારી, વડીયા, લીલીયા વગરે વિસ્તારોમાં સૌથી વધુ પાણી ભરાયા હતા તેમજ જાનમાલને નુકસાન થયું હતું.

જિલ્લામાં 500થી ઉપરના ગામોની વીજળી પણ ગૂલ થઈ હતી. તેથી લોકોને આ તારાજીનો સામનો કરવો પડ્યો હતો.

ટાવર પડી જવાથી સંદેશાવ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. બચાવની કામગીરી માટે ભારતીય સૈન્યના હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યા હતા.

ઠેર-ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. લોકોએ પોતાનો સામાન અને ઘણું બધું ગુમાવ્યું હતું. મોટા ઘર, સ્કૂલો, હોસ્પિટલો તેમજ સરકારી મકાનો જમીનમાં સમાય ગયા હતા.

NDRFની ટીમ, રેસ્કયુ ટીમ, Fire Brigade ટીમ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસતંત્ર તેમજ તરવૈયાઓની મદદથી લોકોને મરતા બચાવી લેવાયા હતા.