
વેરાવળ તાલુકાના કાજલી ગામે માનસિક રીતે દિવ્યાંગતા ધરાવતા વર અને કન્યા લગ્ન ગ્રંથિથી જોડાયા છે.સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામેથી ડીજેના તાલે જાન આવી પહોંચી હતી.

સવિતા સાથે લગ્ન કરવા માટે દિનેશભાઇ કારમાં સવાર થઇને ડીજેના તાલ સાથે કાજલી ગામ આવી પહોંચ્યા હતા. આ યુવક-યુવતીએ હિંદુ સંસ્કૃતિ મુજબ એક બીજાનો સાથ આપવાના વચન લીધા છે. બંનેના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.