
વજન ઘટાડવા માટેની સૌથી મૂળભૂત અને અસરકારક વ્યૂહરચના કેલરીનું સેવન ઘટાડવું છે. 30–30–30 નિયમ મુજબ, તમારા દૈનિક કેલરીના સેવનમાં આશરે 30% ઘટાડો કરવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમારી દૈનિક જરૂરિયાત 2000 કેલરી છે, તો તમે તેને 1400 કેલરી લો અને 600 કેલેરી એટલે કે 30% કેલરી ઓછી લો.

યાદ રાખો - અચાનક કેલરી ઘટાડશો નહીં; આ તમારા શરીરને નબળું પાડી શકે છે. તેના બદલે, પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાઓ અને દિવસભર પુષ્કળ પાણી પીઓ.

ફિટ અને સ્વસ્થ રહેવા માટે કસરત જરૂરી છે, અને જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે તે વધુ મહત્વપૂર્ણ બની જાય છે. દિવસમાં માત્ર 30 મિનિટની કસરત તમારા સ્વાસ્થ્યમાં મોટો ફરક લાવી શકે છે. તે ઝડપથી કેલરી બર્ન કરે છે અને તમારા મૂડને સુધારે છે. તમે તમારા દિનચર્યામાં કોઈપણ શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ કરી શકો છો, જેમ કે ચાલવું, દોડવું, સાયકલ ચલાવવું, તરવું અથવા જીમમાં કસરત કરવી.