
ફટકડીથી પાણી સાફ કરોઃ તમે પાણીને સાફ કરવા માટે તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. તેના માટે પહેલા તમારા હાથને સારી રીતે ધોઈ લો. આ પછી, ફટકડી લો અને તેને પાણી ભરેલા વાસણમાં ફેરવો અને જ્યારે પાણી આછું સફેદ દેખાવા લાગે, ત્યારે ફટકડીને બહાર કાઢી લો. ફટકડીને કપડામાં લપેટીને પાણીમાં મુકી રાખો અને થોડીવાર પછી કાઢી લો. જેના કારણે પાણી સંપૂર્ણપણે જીવાણુમુક્ત બની જાય છે.

ક્લોરિન ગોળીઓથી સાફ કરો: ક્લોરિનનો ઉપયોગ પાણીને સાફ કરવા માટે પણ થઈ શકે છે. ક્લોરિન ટેબ્લેટ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ ગોળીઓને પાણીમાં નાખો. ધ્યાન રાખો કે પાણીમાં ક્લોરિન ગોળીઓ નાખ્યા પછી લગભગ 30 મિનિટ સુધી પાણીનો ઉપયોગ કરશો નહીં.

મીઠાથી પાણીને સાફ કરો : પાણીને સાફ કરવા માટે પણ મીઠાનો ઉપયોગ કરી શકાય છે. મીઠું દરેક ઘરમાં ઉપલબ્ધ છે. પાણીમાં થોડું મીઠું નાખીને પાણીને સારી રીતે ઉકાળો. વધારે મીઠું ન નાખો. થોડું મીઠું ઉમેરીને પાણી ઉકાળવાથી તેમાં રહેલા બેક્ટેરિયા મરી જશે અને પાણી શુદ્ધ થઈ જશે.

લીંબુના રસનો ઉપયોગ કરોઃ જો તમે પાણીમાં રહેલા બેક્ટેરિયાને ખતમ કરવા માંગતા હોવ તો લીંબુનો ઉપયોગ કરો. લીંબુના થોડા ટીપાં તમને પાણીમાં નાખો. એક રિસર્ચ મુજબ લીંબુનો રસ પાણીમાં રહેલા બેક્ટેરિયાને મારીને પાણીને સાફ કરી શકે છે.