
કેળા : કેળામાં હેલ્ધી ફેટ્સ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. કેળા સ્વાદિષ્ટ ફળ છે પણ જો તેને ખાધા પછી તમે તરત જ પાણી પીવો છો તો તમને શરદી ખાસીની સમસ્યા થઈ શકે છે. આ સાથે તમારુ બ્લડ સુગર પણ પ્રભાવિત થઈ શકે છે જેના કારણે તમારા શરીરમાં ઈન્સુલિનની માત્રા વધી શકે છે આથી કેળુ ખાઈ પાણી ન પીવું જોઈએ

કાકડી કે ખીરા કાકડી: કાકડી કે ખીરા કાકડી, ઉનાળાની ઋતુમાં ખૂબ જ ખાવામાં આવે છે. આ બંને ફળોમાં 95 ટકા પાણી હોય છે, જેને ખાવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ પૂરી થાય છે, પરંતુ જો તમે તેને ખાધા પછી પાણી પીશો તો તેની ખરાબ અસર તમારા પાચનતંત્ર પર પડે છે. જેના કારણે તમને ઉલ્ટી અને લૂઝ મોશનની સમસ્યા થઈ શકે છે.

તરબૂચ કે ટેટી ખાધા પછી: તરબૂચ કે ટેટી ખાધા પછી તમારે તરત જ પાણી ન પીવું જોઈએ. તરબૂચ અને ટેટીમાં પાણીની માત્રા વધુ હોય છે. જો તમે આ ખાધા પછી પાણી પીશો તો તમને એસિડિટી અને પેટ ફુલવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.