Health Tips : જાણો કોલેસ્ટ્રોલના દર્દી માટે ખાંડ અને ગોળમાંથી શું છે બેસ્ટ ? જુઓ તસવીરો

|

Dec 31, 2024 | 10:33 AM

આજના સમયમાં મોટાભાગના લોકોમાં કોલેસ્ટ્રોલની સમસ્યા જોવા મળતી હોય છે. અત્યાર બજારનું અને પ્રોસેસિંગ ફુડનું સેવન કરવાથી નાની ઉંમરના લોકોમાં પણ કોલેસ્ટ્રોલનું સ્તર વધી રહ્યું છે. ત્યારે કેટલાક લોકોને ગળ્યું ખાવાની ક્રેવિંગ થતી હોય છે. આ સમયે ખાંડ કે ગોળ બંન્ને માંથી શું ખાવુ જોઈએ તે જાણીશું.

1 / 6
શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે કેટલાક ગંભીર રોગો થવાની શક્યતાઓ ઉત્પન્ન થાય છે. આ સમયે ગળ્યું ખાવાની ક્રેવિંગ પણ દર્દીને વધારે થતી હોય છે. કોલેસ્ટ્રોલ વધી ગયું હોય ત્યારે ખાંડ કે ગોળનું સેવન કરવું જોઈએ કે નહીં. તે એક મોટો સવાલ ઉત્પન્ન થાય છે.

2 / 6
ખાંડ અને ગોળ બંન્ને સ્વાદમાં ગળ્યા અને ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાતા હોય છે. પરંતુ નિષ્ણાંતના મત અનુસાર કોલેસ્ટ્રોલના દર્દી જ નહીં તમામ લોકોને ગોળનું સેવન કરવું જોઈએ. ખાંડ પ્રોસેસિંગ અને રિફાઈનિંગ દ્વારા બનાવવામાં આવે છે,જ્યારે ગોળ બનાવવામાં કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવતી નથી.

3 / 6
નાનાથી લઈ મોટા તમામ લોકોને ખાંડનું સેવન કરવું ખૂબ જ પસંદ હોય છે. પરંતુ ખાંડનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ જ નહીં બીજી પણ અનેક બીમારી થઈ શકે  છે. વધુ પડતી ખાંડનું સેવન કરવાથી ડાયાબિટીસ, હૃદયની બીમારીઓ અને મેદસ્વીતાની સમસ્યા વધી જાય છે. ખાંડના સેવનથી શરીરમાં ટ્રાઈગ્લિસરાઈડ્સ વધે છે.

4 / 6
કોલેસ્ટ્રોલ વધારે છે અને તમને ગળ્યું ખાવાનું મન થાય છે તો તમે ખાંડને બદલે ગોળનું સેવન કરો. ગોળમાં પોષક તત્વો કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ સિવાય તમે ગળ્યા ફળનું પણ સેવન કરી શકો છો. જેમાં સફરજન અને નાસપતિ જેવા ફળ ખાય શકો છો.

5 / 6
હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા દર્દી ગોળનું સેવન કરી શકે છે. ગોળમાં રહેલા પોષક તત્વો કોલેસ્ટ્રોલને વધવા દેતા નથી અને તેનું સેવન કરવાથી પાચનતંત્રમાં પણ સુધારો થાય છે.

6 / 6
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)(Image Credits: freepik)

Published On - 10:27 am, Tue, 31 December 24

Next Photo Gallery