
દરરોજ બ્રિસ્ક વોક કરવાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.આટલું જ નહિં બ્રિસ્ક વોક કરવાથી બ્લડમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ ખૂબ અસરકારક સાબિત થાય છે. એટલા માટે દરરોજ તમારે 30 મિનિટ બ્રિસ્ક વોક કરવું જોઈએ.

જે લોકોને ભૂલવાની સમસ્યા છે. તેમણે બ્રિસ્ક વોક કરવું જરુરી છે. દરરોજ બ્રિસ્ક વોક કરવાથી મગજ સ્વસ્થ રહે છે અને મેન્ટલ હેલ્થમાં પણ સુધારો આવે છે. તેમજ ઊંઘ પણ સારી આવે છે.

દરરોજ બ્રિસ્ક વોક કરવાથી બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે. હાઈ બ્લડ પ્રશેર પણ કંટ્રોલમાં રહેશે. જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો ઓછો થાય છે. બીપીનું સીધું કનેક્શન તમારા હાર્ટ સાથે હોય છે. એટલા માટે દરરોજ થોડી મિનિટનું વોક જરુરી છે.બ્રિસ્ક વોક વજન ધટાડવામાં મદદ કરે છે. આ એક કાર્ડિઓ એક્સરસાઈઝ છે. સ્થુળતા ધટાડવામાં પણ મદદ કરે છે. બ્રિસ્ક વોકથી મોટીમાત્રામાં કેલરી બર્ન થાય છે.