
તજ અસરકારક : તજ શરીરમાં ખાલી ચડવાની સંવેદનાને દૂર કરવામાં અસરકારક છે. તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે શરીરમાં લોહીના પ્રવાહને વધારવામાં મદદ કરે છે. જેના કારણે શરીરનો કોઈ પણ ભાગ સુન્ન થવાની સંભાવના ઘટી જાય છે.

દરરોજ યોગ કરો : યોગ દ્વારા શરીરમાં લોહીનો પ્રવાહ પણ સારો રહે છે. આથી શરીરના કોઈ ભાગમાં ખાલી ચડી જવાની સમસ્યાથી રાહત મળે છે.

આ રીતે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો : જો તમારા હાથ કે પગમાં ખાલી ચડી ગઈ હોય અને તે સુન્ન થઈ ગયો હોય તો તેને હુંફાળા પાણીમાં લગભગ 2 થી 5 મિનિટ રાખો. આમ કરવાથી તમને તરત જ રાહત મળશે.

યોગ્ય આહાર લો : શરીરમાં મોટા ભાગે ખાલી ચડી જવાની સમસ્યા પણ આહાર યોગ્ય ન હોવાને કારણે થાય છે. આ વિટામિન બી અને ડી કોમ્પ્લેક્સ, મેગ્નેશિયમ અને પ્રોટીન અને આયર્નની ઉણપને કારણે છે. આથી એવી વસ્તુઓ ખાવ કે જેથી તમને ભરપુર વિટામીન મળી રહે તેના માટે મુઠ્ઠીભર ડ્રાયફ્રુટ, સિઝનલ ફ્રુટ અને શાકભાજી સહિત મકાઈ, બાજરી જવ જેવા અનાજ પણ ફાયદા કારક છે તે શરીરની નબડાઈ પણ દૂર કરે છે.
Published On - 1:48 pm, Fri, 10 May 24