
હેપેટાઇટિસ બીનું જોખમ વધી શકે :હેપેટાઇટિસ બી એ વિશ્વમાં સૌથી સામાન્ય ગંભીર લિવરનો ચેપ છે. તે હેપેટાઇટિસ બી વાયરસથી થાય છે અને તે લિવર પર હુમલો કરે છે અને ઇજા પહોંચાડે છે. ત્યારે ટેટૂ કરાવવાને કારણે હેપેટાઇટિસ બીનું જોખમ ઘણી હદ સુધી વધી શકે છે. જો તમે ટેટૂ કરાવવાનું નક્કી કર્યું હોય, તો તમારે હેપેટાઇટિસ બી સામે રસી લેવી જ જોઇએ. ધ્યાનમાં રાખો કે તમારી એક નાની ભૂલ તમારા જીવનને મોંઘી પડી શકે છે.

મસલ્સને ડેમેજ કરે : ટેટૂને કારણે તમારા મસલ્સને ડેમેજ થઈ શકે છે. કેટલીકવાર ટેટૂ પડાવવા માટે વપરાતી સોય શરીરમાં ઊંડે સુધી ઘા કરી શકે છે, જેના કારણે તમારા મસલ્સના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. તમારે ક્યારેય ફેશનને તમારા સ્વાસ્થ્યથી ઉપર સ્થાન આપવું જોઈએ નહીં.

કેન્સરનું જોખમ વધે : નકલી અને પર્માનેન્ટ બંને પ્રકારના ટેટૂ સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેનાથી ત્વચાની સમસ્યાઓ થાય છે. આનું કારણ ટેટૂની શાહીમાં પારો અને કોપર જેવા રસાયણોની હાજરી છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. તેનાથી કેન્સરનું જોખમ પણ વધે છે.
Published On - 12:20 pm, Sun, 16 June 24