
ભોજનમાં પ્રોટિન અને ફાઈબર લો : ભોજનમાં પ્રોટિન અને ફાઈબર લો એટલે કે પ્રોટિન અને ફાયબર વાળો ખોરાક તમારા ભોજનમાં સામેલ કરો જેમ કે સવારે થોડા વેજિટેબલ્સની સાથે ઈંડા કે પનીર લો કે પછી દલીયા ખાવ. જો તમે સવારમાં ફ્રુટ ખાવું પસંદ કરતા હોવ તો સિઝનલ ફ્રુટ ખાવ, તમે દૂધની સ્મુધી પણ બનાવી શકો છો, કેળા અને દૂધ પણ પ્રોટિન અને વિટામીન્સથી ભરપુર છે.

પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો : સ્ટાઈલ ક્રેઝ અનુસાર, વધુ પડતી ભૂખને કાબૂમાં રાખવાનો એક અસરકારક ઉપાય છે પાણી પીતા રહેવું. પાણી પીવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, તેથી શરીરમાં પાણીની કમી ન થવા દો.

જો તમને ભૂખ લાગે તો ફ્રુટ ખાવ : જો તમને ભૂખ લાગે તો તળેલા કે મસાલેદાર ખોરાકને બદલે સફરજન કે અન્ય ફ્રુટ ખાઓ. સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે તમારી ભૂખને પણ સંતોષશે અને શરીરમાં ફાઈબરની ઉણપને પણ પૂરી કરશે.

અખરોટ વારંવાર ભૂખ લાગવાની સમસ્યા દૂર કરશે : જો તમને વારંવાર ભૂખ લાગે છે તો તમારે અખરોટ ખાવા જોઈએ. અખરોટમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને ફાઈબર હોય છે. આ ખાધા પછી વ્યક્તિને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને તેને ખાવાથી સારી ઊંઘ પણ આવે છે.
Published On - 5:49 pm, Sun, 9 June 24