Health Tips : 9 કલાક ઓફિસમાં કામ છે, તો 10 હજાર સ્ટેપ ઓફિસમાં આ રીતે જ પુરા કરો
દિવસભરમાં 10 હજાર સ્ટેપ્સ ચાલવું વજન ધટાડવાની સાથે સ્વાસ્થ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓથી બચાવે છે. તો ચાલો આજે તમને જણાવીશું કે, તમે ઓફિસમાં વર્ક દરમિયાન કઈ રીતે તમારા 10 હજાર સ્ટેપ્સ પુરા કરી શકો છો.
1 / 7
દિવસભર તમે 10 હજાર પગલા ચાલવું સ્વાસ્થ માટે ખુબ સારું માનવામાં આવે છે.જ્યારે તમે ઝડપી ચાલો છો તો તમારા શરીરનું બ્લડ સર્કુલેશન ફાસ્ટ થાય છે. જેનાથી સ્કિન પોર્સ ખુલી જાય છે. સ્કિન ગ્લો કરવા લાગે છે.
2 / 7
10 હજાર સ્ટેપ્સ ચાલવાથી મેટાબોલિઝમ સારું રહે છે અને વજન ધટાડવામાં પણ મદદ મળે છે પરંતુ મોટી વાત એ છે કે, 1 દિવસમાં 10 હજાર સ્ટેપ્સ કેવી રીતે પુરા કરવા, તો ચાલો જાણીએ ઓફિસમાં તમે કેવી રીતે 10 હજાર સ્ટેપ્સ પુરા કરી શકી છો.
3 / 7
કેટલીક ટિપ્સ તમે ફોલો કરશો, તો ઓફિસમાં 10 હજાર સ્ટેપ્સ પુરા કરી શકો છો. 1 કલાક સીટ પર બેઠા પછી 2 મિનિટ ખુરશીની આજુબાજુ ચાલો, મહત્વની વાત એ છે કે, પાણીની નાની બોટલ જ રાખો, જેથી તમારે પાણી પીવા માટે વારંવાર ઉભું થવું પડે અને તમારા સ્ટેપ પણ પુરા થશે.
4 / 7
જ્યારે પણ તમને ઓફિસમાં કોઈનો ફોન આવે તો, હંમેશા ફોન ચાલુ હોય તે દરમિયાન ચાલવાનું રાખો. બપોરના જમ્યા પછી 10 મિનિટ ચાલવાનું રાખો. ઓફિસ આવતા અને જતાં સમયે લિફ્ટ નહિ પરંતુ સીડીઓની મદદ લો.
5 / 7
મીટિંગ દરમિયાન બેસવાને બદલે ઉભા રહેવાનું પસંદ કરો. તેમજ જો ઓફિસ તમારા ઘરની આજુબાજુ છે તો પગપાળા ઓફિસે આવવાનું રાખો. એક સ્ટ્રોરી કે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ 5 મિનિટનો બ્રેક લો.
6 / 7
સવારે ઉઠી 30 મિનિટ વોક કરશો તો અંદાજે 6000 હજાર સ્ટેપ્સ પુરા થવામાં મદદ મળશે. શાકાભાજી લેવા જાવ છો ત્યારે પણ ચાલીને જવું, ઘરનું કામ જાતે જ કરો, ત્યારબાદ જો બાળકની સ્કુલ નજીક છે તો બાળકોને શાળાએ ચાલીને મુકવા જવાનો પ્રયત્ન કરો.
7 / 7
જો તમે પણ આ સ્ટેપ પુરા કરશો, તો દિવસમાં તમારા 10 હજાર સ્ટેપ્સ સરળતાથી પૂરા થઈ જશે. જેનાથી તમારા સ્વાસ્થને પણ અનેક લાભ થશે.