Health Tips : શિયાળામાં સવારે કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ? જાણો

શિયાળામાં, લોકો ઘણીવાર પાણીનું સેવન ઓછું કરે છે અને ચા અને કોફીથી દિવસની શરૂઆત કરે છે. જોકે, ચા અને કોફીને બદલે સવારે પાણી પીવું વધુ ફાયદાકારક છે. તેથી, એ જાણવું મહત્વપૂર્ણ છે કે, તમારે સવારે કેટલું પાણી પીવું જોઈએ અને તે કેવી રીતે પીવું જોઈએ.

| Updated on: Nov 15, 2026 | 10:12 AM
1 / 9
 આજકાલ વ્યસ્ત શેડ્યુલ હોવાના કારણે લોકો હંમેશા પોતાની લાઈફસ્ટાઈલ પર યોગ્ય ધ્યાન આપી શકતા નતી. જેના કારણે આપણા શરીરમાં કેટલીક એવી બીમારીઓ આવી જાય છે. જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં જો આપણે શરુઆતથી લાઈફસ્ટાઈલમાં યોગ્ય ધ્યાન આપીએ તો આપણે લાંબા સમયસુધી સ્વસ્થ રહી શકીએ છીએ.

2 / 9
એક સારી આદત છે સવારે પાણી પીવું. જોકે, મોટાભાગના લોકો સવારે ઉઠીને સૌથી પહેલા ચા કે કોફી પીવાનું પસંદ કરે છે. પરંતુ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે આમ કરવાથી તમારા શરીર પર નકારાત્મક અસર પડે છે.

3 / 9
સ્વસ્થ લાઈફસ્ટાઈલ માટે, સવારે સૌથી પહેલા પાણી પીવું જરૂરી છે. શિયાળો હોય કે ઉનાળો, સવારે હુંફાળું પાણી પીવાથી તમારા પેટ અને શરીર બંને સ્વસ્થ રહે છે.

4 / 9
 દિવસની શરૂઆત પાણીથી કરવીએ સારી બાબત છે. જોકે, શિયાળામાં ઠંડુ પાણી પીવાથી દુર રહેવાનું કહેવામાં આવે છે. સવારે ખાલી પેટે હૂંફાળું પાણી પીવું ફાયદાકારક છે. આ પાચનમાં સુધારો કરે છે.

5 / 9
સવારે પાણી પીવાથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને ડિટોક્સિફિકેશનને પ્રોત્સાહન મળે છે. તેથી ઉઠ્યા બાદ પાણી પીવાને તમારા દિનચર્યાનો ભાગ બનાવો. હવે તમને એક સવાલ થતો હશે કે, શિયાળામાં કેટલું પાણી પીવું.

6 / 9
સવારે તમારે કેટલું પાણી પીવું જોઈએ તે તમે ગત્ત રાત્રે શું ખાધું અને કયા સમયે ખાધું તેના પર આધાર રાખે છે. જો તમે રાત્રે મોડે સુધી ખાધું હોય અને સવારે મોડા ઉઠો છો, તો તમે 4-5 ગ્લાસથી વધુ પાણી પી શકો છો, પરંતુ જો તમે વહેલા ખાઓ છો, તો એક ગ્લાસ પાણી સારું રહેશે.

7 / 9
શરીરની પાણીની જરૂરિયાત ઉંમર, વજન, શારીરિક પ્રવૃત્તિ, આહાર અને સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. સૌથી મહત્વની બાબત એ છે કે ડિહાઇડ્રેશનથી દુર રહેવું, પાણી ગરમ હોય તો હુંફાળુ પાણી પર્યાપ્ત માત્રામાં પીવું જોઈએ.

8 / 9
ઘણીવાર એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિએ દરરોજ 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. પરંતુ આ કોઈ તબીબી નિયમ નથી જે દરેક ઉંમર કે વ્યક્તિને લાગુ પડે. કેટલાક લોકોને ઓછી જરૂર પડી શકે છે, જ્યારે જેઓ વધુ શારીરિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે અથવા વધુ પરસેવો કરે છે તેમને વધુ પ્રવાહીની જરૂર પડી શકે છે.

9 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

Follow Us
Loading...
Unable to load recommendations.