
જો તમે મીઠાઈના શોખીન છો તો તમારે શિયાળા દરમિયાન ગોળનું સેવન ચોક્કસ કરવું જોઈએ. ગોળમાં આયર્ન તેમજ વિટામિન B12, B6, ફોલેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને સેલેનિયમ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તે તમારા શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે અને ગળા અને ફેફસાના ચેપને અટકાવે છે. હાડકાંને મજબૂત બનાવે છે અને શારીરિક થાક દૂર કરે છે.

શરીરમાં આયર્નની ઉણપને દૂર કરવા માટે તમે ડાયટમાં ચોળાનો પણ સમાવેશ કરી શકો છો. તેમાં 26થી 29 ટકા આયર્ન હોય છે. તમે તેને શાકભાજી તરીકે અથવા સ્પ્રાઉટ્સના રૂપમાં લઈ શકો છો.

બીટમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામીન એ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. બીટ પાચન શક્તિ વધારવામાં તેમજ લોહીની ઉણપ દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. (વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)