
વધુમાં ઋષિકેશ પટેલ એ રાજ્યની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પુના ખાતે મોકલેલ સેમ્પલમા કુલ સાત ટેસ્ટના પરિણામ આવ્યા છે. સાતમાંથી છ નેગેટિવ છે . એક જ ચાંદીપુરા કેસ હોવાનું કન્ફર્મ થયો છે.

સાબરકાંઠા જિલ્લામાં 8 તાલુકાના 685 ગામોમાં 844 ટીમો દ્રારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં 56 હજાર કાચા મકાનોની આસપાસ સ્પ્રે અને ડ્સ્ટીંગ, તીરાડ પુરવા જેવી કામગીરી શરૂ કરાઇ છે. જિલ્લામાં 200 કિ.લો. મેલેથીયોન જથ્થો ડ્સ્ટીંગ કરાયો છે. બીજો 2500 કી.લો. જથ્થો ફાળવવામાં આવ્યો છે.

હિંમતનગર સિવિલમાં નોંધાયેલ કેસની વિગત જોવામાં આવે તો વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરાના શંકાસ્પદ 14 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જેમાં બે રાજસ્થાન, ચાર અરવલ્લી, એક ખેડા, સાત સાબરકાંઠાનો સમાવેશ થાય છે. જ્યારે મૃત્યુઆંક 06 થયો છે.