Health: શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા માટે આયર્નથી ભરપૂર ખોરાકને ડાયટમાં સામેલ કરો

આયર્નની ઉણપના સૌથી સામાન્ય લક્ષણોમાં થાક, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર, ઠંડા હાથ-પગ નિસ્તેજ થવા છે. આયર્નની ઉણપને દૂર કરવા માટે, તમે આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરી શકો છો.

| Edited By: | Updated on: Dec 14, 2021 | 3:14 PM
4 / 6
આમળાઃ આમળા એક સુપર ફૂડ છે કારણ કે તે વિટામિન સી, આયર્ન અને કેલ્શિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાને કારણે તે એનિમિયાને દૂર કરવામાં મદદ કરી શકે છે. તમે અથાણું, કેન્ડી અથવા મુરબ્બા સહિત વિવિધ સ્વરૂપોમાં તેનું સેવન કરી શકો છો. આમળાને ઉકાળી શકાય છે અથવા કાચા ખાઈ શકાય છે. રોજ આમળા ખાવાની ટેવ લોહી અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

5 / 6
પલાળેલી કિસમિસઃ મોટાભાગના ડ્રાય ફ્રુટ્સ આયર્નના સારા સ્ત્રોત છે. કિસમિસમાં કોપર અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. આઠથી દસ કિસમિસને આખી રાત પાણીમાં પલાળીને બીજા દિવસે ખાવાથી ઘણા ફાયદા થાય છે. તેઓ આંતરડા માટે સારા છે અને પાચનમાં મદદ કરે છે.

6 / 6
અંજીરમાં ફાઇબર, સલ્ફર અને ક્લોરિન ભરપૂર માત્રામાં જોવા મળે છે. સૂકાં અંજીરમાં ઓમેગા 3 અને ફિનૉલની સાથે-સાથે ઓમેગા 6 ફેટી એસિડ્સ પણ હોય છે. તેને ખાવાથી શરીરની દુર્બળતા દૂર થાય છે અને શરીરને શક્તિ મળે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

અંજીરમાં ફાઇબર, સલ્ફર અને ક્લોરિન ભરપૂર માત્રામાં જોવા મળે છે. સૂકાં અંજીરમાં ઓમેગા 3 અને ફિનૉલની સાથે-સાથે ઓમેગા 6 ફેટી એસિડ્સ પણ હોય છે. તેને ખાવાથી શરીરની દુર્બળતા દૂર થાય છે અને શરીરને શક્તિ મળે છે. (વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Published On - 3:08 pm, Tue, 14 December 21