Health: અંજીરના વધુ પડતા સેવનથી સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન

|

Jan 05, 2022 | 3:48 PM

કોરોનાકાળમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે અંજીરને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય અંજીરના અન્ય ઘણા ફાયદા છે. પરંતુ અંજીરની દરેક બાબતો સ્વાસ્થ્ય માટે સારી છે તેવુ નથી. કેટલાક કિસ્સાઓમાં અંજીર નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.

1 / 5
અંજીર પેટ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે, પરંતુ જો તમને ગેસની સમસ્યા હોય તો તમારે અંજીર ખાવાનું ટાળવું જોઈએ. તેના સેવનથી તમને પેટમાં દુખાવો, ગેસ, પેટ ફૂલી જવુ જેવી સમસ્યા થઈ શકે છે.

2 / 5
અંજીરની તાસીર ખૂબ જ ગરમ માનવામાં આવે છે. જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે રેટિના (આંખનો એક ભાગ)માં રક્તસ્રાવનું કારણ બની શકે છે. જેમને પીરિયડ દરમિયાન વધુ રક્તસ્ત્રાવ થાય છે, તેમના માટે પણ અંજીર નુકસાનકારક બની શકે છે.

3 / 5
જેમને માઈગ્રેનની સમસ્યા હોય તેમના માટે પણ અંજીર નુકસાનકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં સૂકા અંજીરમાં સલ્ફાઈટની વધુ માત્રા હોય છે અને સલ્ફાઈટ માઈગ્રેનની સમસ્યાનું કારણ બની શકે છે. તેથી જો માઈગ્રેનના દર્દીઓ અંજીર ખાય તો તેમની સમસ્યા વધી શકે છે.

4 / 5
અંજીર તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપનું કારણ પણ બની શકે છે. વાસ્તવમાં અંજીરમાં ઘણી બધી ઓક્સાલેટ જોવા મળે છે. જે શરીરમાં હાજર કેલ્શિયમને શોષવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં તેનું વધુ સેવન કરવાથી કેલ્શિયમની ઉણપ થઈ શકે છે.

5 / 5
જેમને કિડની સ્ટોનની સમસ્યા છે તેમણે પણ અંજીરનું સેવન ન કરવું જોઈએ. અંજીરમાં હાજર ઓક્સાલેટ તેમની સમસ્યા વધારી શકે છે.

Next Photo Gallery