Health: ફળો ખાતી વખતે તમે પણ કરો છો આ ભૂલ ?, તો ફાયદાના બદલે થઇ શકે છે નુકસાન

|

Dec 10, 2021 | 7:05 PM

ફળમાંથી વ્યક્તિને જરૂરી તમામ પોષક તત્વો મળી રહેતા હોવાથી ફળને સંપૂણ ખોરાક માનવામાં આવે છે. પરંતુ આપણામાંથી ઘણા લોકો ફળ ખાતા સમયે કેટલીક એવી ભૂલો કરે છે, જેના કારણે આપણને તેનો પૂરો ફાયદો નથી મળતો.

1 / 6
આપણામાંથી ઘણા લોકો ભોજન સાથે ફળ ખાય છે. ખાસ કરીને કેરી મોટા ભાગના લોકો ખોરાક સાથે ખાય છે. આ સિવાય કેટલાક લોકો જમ્યા પહેલા કે પછી ફળ ખાય છે. ઘણી વખત જ્યારે આપણે કોઈ પણ ફંક્શનમાં જઈએ છીએ ત્યારે પહેલા ફ્રુટચાટ ખાઈએ છીએ, પછી ભોજન લઇએ છીએ. પરંતુ ફળ ખાવાની આ બધી રીતો ખોટી છે.

2 / 6
વાસ્તવમાં ફળ પોતે જ સંપૂર્ણ ખોરાક ગણાય છે. જ્યારે પણ તમે તેને ખાઓ ત્યારે હંમેશા એકલા જ ખાઓ. ફળ ખાધાના 45 મિનિટ પહેલા અને 45 મિનિટ પછી ક્યારેય કંઈપણ ન ખાવું જોઈએ. પાણી પણ પીતા નહીં.

3 / 6
ભોજન પહેલા અને પછી ફળો ખાતા પહેલાની આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ફળ થોડી જ વારમાં પચી જાય છે અને તેના તમામ ફાયદા પણ શરીરને મળે છે.

4 / 6
ફળોમાં 80 થી 90 ટકા પાણી હોય છે. આમ, તેને વધારાના પાણીની જરૂર નથી. આ સિવાય ફળોમાં યીસ્ટ હોય છે, જે પેટમાં એસિડ બનાવે છે. પાણી પીવાથી પેટમાં એસિડની માત્રા વધે છે, આવી સ્થિતિમાં પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં તમને ઉલ્ટી કે ઝાડા થવાની સમસ્યા થઈ શકે છે.

5 / 6
બીજી તરફ જો ફળ ખાવાની સાથે ખાવામાં આવે તો ગેસ, એસિડિટી, અપચો, પેટમાં ભારેપણું જેવી સમસ્યા થાય છે.

6 / 6
આ સમસ્યાઓ થવાનું કારણ એ છે કે ફળોમાં કુદરતી ખાંડ હોય છે. ખાંડ કોઈપણ વસ્તુમાં આથો લાવવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં ખાવામાં આવેલો ખોરાક સડવા લાગે છે.

Next Photo Gallery