Health Care Tips : ઉનાળામાં રોજ પીઓ એક ગ્લાસ છાશ, મળશે આ 5 જબરદસ્ત ફાયદા

|

Mar 04, 2023 | 7:38 AM

Buttermilk benefits : ઉનાળામાં ગરમીનો વધારો થતા દરેક વ્યક્તિ ઠંડુ અને આરોગ્યપ્રદ પીણું પીવા તરફ વળે છે. ઉનાળામાં લોકો વધારે છાશ પીવાનું પસંદ કરતા હોય છે. તેમાં પણ ભોજન બાદ છાશ પીવાથી 5 જબરદસ્ત ફાયદા થતા હોય છે.

1 / 5
એસિડિટી સામે મળશે રક્ષણ - છાશનું સેવન કરવાથી એસિડિટી સામે લડવામાં મદદ મળે છે. કાળા મરી જેવા મસાલા છાશમાં ઉમેરીને તમે એસિડિટી સામે રક્ષણ કરે તેવા ગુણધર્મોમાં વધારો કરી શકો છો.

2 / 5
પાચનશક્તિમાં થશે વધારો - છાશમાં રહેલા સ્વસ્થ બેક્ટેરિયા અને લેક્ટિક એસિડ પાચન ક્રિયામાં મદદ કરે છે. તેથી ભોજન બાદ એક ગ્લાસ છાશ પીઓ.

3 / 5
બળતરા ઘટાડે છે - છાશ આપણા પાચન તંત્રને ઠંડક આપે છે, તે એસિડ રિફલ્કસથી થતી પેટની બળતરામાં ઘટાડો કરે છે.

4 / 5
રોગપ્રતિકારક શક્તિ બનશે મજબૂત - છાશને કારણે આંતરજા અને પેટ સ્વસ્થ બને છે, તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

5 / 5
ઈરિટેબલ બોવેલ -  છાશને કારણે પેટ સાફ થાય છે, પેટના ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ રોગ છાશના નિયમિત સેવનથી શરુઆતમાં જ ઘટાડી શકાય છે.

Next Photo Gallery