Health News: એક ચમટી મીઠું 5 મિનિટમાં તમારા માથાનો દુખાવો મટાડી દેશે, જાણો કેવી રીતે

માથાનો દુખાવો થવાના અનેક કારણો હોઈ શકે છે. તેમાં ડિહાઇડ્રેશન અને શરીરમાં સોડિયમનું અસંતુલન પણ એક કારણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં પૂરતું પાણી પીવું જરૂરી છે. સોશિયલ મીડિયા પર મીઠું અને પાણીનો ઉપાય માથાના દુખાવામાં ઝડપથી રાહત આપતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

| Updated on: Aug 31, 2026 | 8:25 AM
1 / 7

2 / 7
શું છે મીઠા અને પાણીનો ઉપાય?: આ ઉપાયમાં જીભ પર એક ચપટી મીઠું રાખીને થોડીવાર બાદ એક ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. દાવો કરવામાં આવે છે કે મીઠામાં રહેલું સોડિયમ શરીરમાં પાણી જાળવી રાખવામાં મદદ કરે છે. જોકે, માથાનો દુખાવો માત્ર ડિહાઇડ્રેશન અથવા ઓછા સોડિયમને કારણે જ થાય એવું જરૂરી નથી.(Photos Credit: Getty Images)

3 / 7
પેઇનકિલર લેતા પહેલાં કારણ સમજવું જરૂરી: વારંવાર માથાનો દુખાવો થતો હોય ત્યારે પોતાની રીતે સતત પેઇનકિલર લેવાને બદલે તેના કારણની તપાસ કરાવવી જરૂરી છે. માથાનો દુખાવો તણાવ, ઊંઘની કમી, ડિહાઇડ્રેશન, માઇગ્રેન સહિત અનેક કારણોસર થઈ શકે છે.(Photos Credit: Getty Images)

4 / 7
હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ સાવચેતી રાખવી: મીઠાનું સેવન દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોને વધુ સોડિયમ લેવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. તેથી માથાના દુખાવા માટે નિયમિત રીતે મીઠું લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી વધુ સુરક્ષિત છે.(Photos Credit: Getty Images)

5 / 7
દાંતના દુખાવામાં મીઠાના પાણીથી કોગળા: મીઠાના હૂંફાળા પાણીથી કોગળા કરવો દાંત અથવા પેઢાની તકલીફમાં અસ્થાયી રાહત માટે ઉપયોગી થઈ શકે છે. જોકે, દાંતમાં સતત દુખાવો રહેતો હોય તો ડેન્ટિસ્ટની તપાસ જરૂરી છે.(Photos Credit: Getty Images)

6 / 7
ગળાના દુખાવામાં પણ મળી શકે છે રાહત: હૂંફાળા મીઠાના પાણીથી કોગળા કરવાથી ગળામાં થતી ખંજવાળ અને દુખાવામાં અસ્થાયી રાહત મળી શકે છે. જોકે, ગળાનો દુખાવો લાંબો સમય રહે, તાવ આવે અથવા લક્ષણો ગંભીર બને તો તબીબી સલાહ લેવી જરૂરી છે.(Photos Credit: Getty Images)

7 / 7
નિષ્ણાતની સલાહ વિના ઉપાય ન અજમાવવો: મીઠું અને પાણીનો ઉપાય દરેક પ્રકારના માથાના દુખાવા માટે અસરકારક છે એવું કહી શકાય નહીં. ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતા લોકોએ આવા ઉપાય અજમાવતા પહેલાં તબીબી નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.((Photos Credit: Getty Images)

Published On - 8:20 am, Mon, 31 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.