અમિતાભ બચ્ચનના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચનનો આજે જન્મદિવસ છચે. અભિષેકના જન્મદિવસ પર આજે અમે તમને જણાવીશું તેમના વિશેના રસપ્રદ કિસ્સા અને તેમના કરિયર વિશે. શું તમે જાણો છો કે અભિષેક બચ્ચનનું નામ બર્થ સર્ટિફિકેટમાં બાબા બચ્ચન છે. અભિષેકને બોર્ડિગ કાર્ડસ કલેક્ટ કરવાનો ઘણો શોખ છે અને તે કારણથી જ તે જ્યારે પણ ટ્રાવેલ કરે છે તો બોર્ડિગ કાર્ડસ સાચવીને રાખે છે.
અભિષેક બચ્ચને વર્ષ 2000માં ફિલ્મ રેફ્યૂજી દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મ તે વર્ષની 5મી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી. આ ફિલ્મમાં અભિષેકે કરીના કપૂરની સાથે કામ કર્યુ હતું. ત્યારબાદ અભિષેકે ઢાઈ અક્ષર પ્રેમ કે. હાં મેને ભી પ્યાક કિયા, ઓમ જય જગદીશ, મેં પ્રેમ કી દીવાની હું, જમીન, એલઓસી કાર્ગિલ જેવી ફિલ્મોમાં કામ કર્યુ.
ત્યારબાદ અભિષેકને ફિલ્મ યુવા અને ધૂમ બાદ સફળતા મળી. અભિષેકે બંટી ઔર બબલી, સરકાર અને ગુરૂ જેવી ફિલ્મોમાં અભિનેતાની જોરદાર એક્ટિંગના વખાણ થયા.
Abhishek Bachchan (File Photo)
અભિષેકે ત્યારબાદ મનમર્જિયા ફિલ્મમાં શાનદાર એક્ટિંગથી ફરી દર્શકોને પોતાના દિવાના બનાવ્યા. તે પછી ઓટીટીમાં ડેબ્યુ કર્યુ અને લુડો, ધ બિગ બુલ, બોબ બિસ્વાસમાં પોતાની એક્ટિંગના ક્રિટિક્સને પણ વખાણ કરવા પડ્યા. હવે અભિષેક ફિલ્મ દસવીમાં નજર આવશે.