તમે જોયું છે કેરીનું સુરક્ષા કવચ ? આ પ્રયોગે ખેડૂતોને કેરીની આવક કરી આપી બમણી

|

May 06, 2023 | 9:34 AM

બેગિંગ પધ્ધતિ થી ખેડૂતો આ બજારમાં મળી રહેલા પાકના સારા ભાવ પણ મેળવી રહ્યા છે. આમ પેપર બેગ ખેડૂતોને ચમત્કારિક ફાયદાઓ આપી અભેદ સુરક્ષા આપી રહી છે.

1 / 7
કેરી પકવતા ખેડૂતો માટે તો ક્લાઈમેટ ચેન્જ અને ફળ માખીને કારણે સીધી અસર કેરી પર પડે છે તેથી કેરીના રક્ષણ અને સારા ઉત્પાદન માટે ખેડૂતોએ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના માધ્યમથી કેરીને રક્ષણ માટેના ઉપાયો જરૂરી બની ગયા હતા.

2 / 7
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામના ખેડૂત ચિંતનભાઈ દેસાઈએ પોતાની વાડીમાં અંદાજિત 1250 આંબાઓ પર લાગેલી  22,000 જેટલી અલગ અલગ જાતની કેરીઓ પર નવસારી કૃષિ યુનિવર્સિટી થી પ્રેરણા લઇ  તમામ કેરીઓ પર સુરક્ષા કવચ રૂપ બેગિગ સિસ્ટમ દ્વારા ફળ ઢાક્વામાં આવ્યું છે.

3 / 7
ફળ માખી કેરી પર તેના ઈંડા મૂકે છે જેનાથી જીવાત પડવાની શક્યતાઓ રહેલી છે. જ્યારે કેરી પરિપક્વ થાય ત્યારે એ જીવાત ના કારણે ફળ માં સડો લાગી જાય છે અને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે તો બીજી તરફ ક્લાઈમેટ ચેન્જથી કેરી ને વ્યાપક નુકસાન થતું હોય છે.

4 / 7
જ્યારે એપ્રિલ મહિના બાદ ગરમીનું પ્રમાણ વધતું હોય છે ત્યારે કેરી પર વધુ પડતો તડકો  જેને સન સ્ટોક કહી શકાય છે જે ૩૫ ડિગ્રી ઉપર જતા કેરી ઉપર તડકો પડવાથી કાળા ડાઘા પડે છે  સાથે કેરીનું ખરણ પણ થાય છે  તો બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષોથી માવઠા અથવા ઝાકળ પડવાથી  કેરીને વ્યાપક નુકસાન થતું હોય છે.

5 / 7
મધિયો નામની જીવાત અને કાળી ફૂગ આંબાના પાન પર પડેલી હોય છે જે વરસાદ અથવા તો ઝાકળ પડવાથી તે સીધું પાણી મારફતે કેરી પર પડે જેથી એ જીવાત ફળમાં પ્રવેશ કરી ફળને નુકસાન કરે છે. જેને કારણે ખેડૂતોને કેરીનો ભાવ માર્કેટમાં ઓછો મળતા  ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવતો છે.

6 / 7
ચિખલીના ખેડૂતે કૃષિ યુનિવર્સિટીના સહયોગથી પુના થી  2 રૂપિયા 25 પૈસા કિંમતની વિશેષ પ્રકારની બેગ મંગાવી કેરીના પાક પર સુરક્ષા કવચ રૂપ બેગીંગ સિસ્ટમ કરી કેરીના સારી ગુણવત્તા વાળા પાકનું ઉત્પાદન કર્યું છે.

7 / 7
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના માધ્યમથી આ બેગિંગ સિસ્ટમની પદ્ધતિ અપનાવી પાક રક્ષણની સાથે માલની આવકમાં મને 40% નો વધારો થયો છે સાથે એક્સપોર્ટ ક્વોલિટીનો મબલક માલ નું ઉત્પાદન થયું છે

Next Photo Gallery