
26 વર્ષની Niharika Vashisht દેશમાં ટ્રિપલ જમ્પમાં ઘણા મેડલ જીત્યા છે. જોકે, તે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની સફળતાનું પુનરાવર્તન કરી શકી નથી. આમ છતાં સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ અદભૂત છે. નિહારિકાના એક લાખ પાંચ હજાર ફોલોઅર્સ છે. તેને અક્ષય કુમાર સાથે એડ કરવાની તક પણ મળી છે.

નીરજ ચોપરાએ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો તે પહેલા, Instagram પર લગભગ 1 મિલિયન ફોલોઅર્સ હતા, જે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતતાની સાથે જ 24 કલાકમાં વધીને 2.5 મિલિયન થઈ ગયા હતા. નીરજ ચોપરા હવે સોશિયલ મીડિયા પર એક મોટો સ્ટાર બની ગયો છે અને તેમાંથી ઘણી કમાણી કરે છે.