દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન, તસવીરોમાં જુઓ રાષ્ટ્રધ્વજ પ્રત્યે લોકોનો જોશ અને ઉત્સાહ

|

Aug 12, 2022 | 10:15 PM

આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા 13 થી 15 ઓગસ્ટ દરમિયાન સ્વતંત્રતાના અમૃત પર્વ અંતર્ગત 'હર ઘર તિરંગા' (Har Ghar Tiranga) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવાને લઈને લોકોમાં અનેરો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

1 / 8
દેશમાં તિરંગો ફરકાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્ર સરકાર દ્વારા સ્વતંત્રતાના અમૃત પર્વ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર ત્રિરંગો' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. (PC-PTI)

2 / 8
જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાને લઈને લોકોમાં ભારે જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ જમ્મુ અને કાશ્મીરના દરેક જિલ્લામાં વિવિધ વિભાગો અને શાળાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તસવીર જમ્મુની છે, જ્યાં યુવાનો મેદાનમાં તિરંગો લહેરાવી રહ્યા છે. (PC-PTI)

3 / 8
તે જ સમયે, CRPF જવાનોએ શ્રીનગરના લાલ ચોકમાં આઝાદીના 75 વર્ષ નિમિત્તે 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ ત્રિરંગા બાઇક રેલીમાં ભાગ લીધો હતો. (PC-PTI)

4 / 8
પટનાના શહીદ સ્મારક ખાતે શાળાના વિદ્યાર્થીઓએ ત્રિરંગો લહેરાવ્યો હતો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. (PC-PTI)

5 / 8
આ તસવીર ઉત્તર પ્રદેશ વિધાનસભા લખનૌની છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિધાનસભા ભવન ત્રિરંગામાં ઝળહળી ઉઠ્યું છે. (PC-PTI)

6 / 8
આઝાદીની 75મી વર્ષગાંઠ પૂર્વે, સોલાપુરની વૈશમ્પાયન સરકારી મેડિકલ કોલેજ ત્રિરંગાની રોશનીમાં ઝળહળી ઉઠી છે. (PC-PTI)

7 / 8
સુરતમાં સ્વામિનારાયણ ગુરુકુલના સંતોએ અને વિદ્યાર્થીઓએ 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી દરમિયાન ત્રિરંગો ફરકાવ્યો. (PC-PTI)

8 / 8
સંસદ સભ્ય ક્વીન ઓઝાએ સ્વતંત્રતાના અમૃત પર્વના ભાગરૂપે ગુવાહાટીમાં ત્રિરંગા યાત્રા કાઢી હતી. જેમાં ભાજપના નેતાઓ અને અનેક કાર્યકરોએ ભાગ લીધો હતો. (PC-PTI)

Next Photo Gallery