
હૈદર એક ક્રાઈમ ડ્રામા ફિલ્મ હતી જે વર્ષ 2014માં રિલીઝ થઈ હતી. ભલે શ્રદ્ધાને ફિલ્મમાં બહુ સ્ક્રીન સ્પેસ ન હતી, પરંતુ તેણે પોતાની એક્ટિંગથી દર્શકો અને ચાહકોના દિલ જીતી લીધા. આ ફિલ્મ પણ તેની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે.

ફિલ્મ છિછોરે વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શ્રદ્ધા સાથે સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં હતો. સારા વિષય સાથે આ ફિલ્મ ખૂબ જ સારી રીતે બતાવવામાં આવી છે. ફિલ્મમાં તમામ કલાકારો યુવાન અને પછી મધ્યમ વયના લુકમાં જોવા મળ્યા છે. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

બોલિવૂડના લોકપ્રિય નિર્દેશક લવ રંજન રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સાથે આ ફિલ્મ લાવી રહ્યા છે. જોકે, ફિલ્મના નામ વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

અભિનેત્રીને ફિટનેસ ફ્રીક પણ કહેવામાં આવે છે, તે પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે, આ માટે તે જીમમાં ઘણો પરસેવો પાડે છે. કદાચ આ જ કારણ છે કે તે કુદરતી રીતે મેકઅપ વિના પણ સુંદર દેખાય છે.

શ્રદ્ધા અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.