
કહેવાય છે કે એક દિવસ અડધી રાત્રે સલમાન ઐશ્વર્યાના ઘરે પહોંચ્યો અને જોરશોરથી તેનો દરવાજો ખટખટાવવા લાગ્યો. આ દરમિયાન સલમાનના હાથમાંથી લોહી પણ વહેવા લાગ્યુ હતુ. સલમાન ગુસ્સામાં આવી ગયો અને તેણે 19મા માળેથી કૂદી જવાની ઐશ્વર્યાને ધમકી આપી.

સલમાનના આ હંગામાનું કારણ કહેવાય છે કે તે ઐશ્વર્યા સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ ઐશ્વર્યા તે સમયે લગ્ન કરવા માગતી ન હતી. વર્ષ 2002માં જ્યારે ઐશ્વર્યાએ સલમાન પર મારપીટનો આરોપ લગાવ્યો ત્યારે આ સંબંધ વધુ વણસ્યો. બ્રેકઅપ બાદ પણ સલમાને ઐશ્વર્યાનો સાથ છોડ્યો ન હતો. એવુ કહેવામાં આવે છે કે બાદમાં સલમાન ખાન ઐશ્વર્યાની ફિલ્મોના સેટ પર જઈને ખૂબ જ હંગામો મચાવતો હતો.

આ ઘટના બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને ઐશ્વર્યાએ મીડિયાની સામે સલમાન સાથે કામ ન કરવાની જાહેરાત કરી હતી.