રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા કલોલમાં યોજાઈ હનુમંત કથા, રંગેચંગે પોથી યાત્રાનું કરાયુ આયોજન- જુઓ તસ્વીરો
અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કલોલમાં વિશ્વ ઉમિયાધામ દ્વારા હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા મુખ્ય યજમાન દ્વારા કલોલમાં ધામધૂમથી પોથીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
આ હનુમંત કથામાં કલોલના ધારાસભ્ય, નગરપાલિકાના નગરસેવકો, સામાજિક આગેવાનો તેમજ સ્વામીનારાયણ ગુરુકુળના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
5 / 5
આ પ્રસંગે ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યુ હતુ કે સનાતન ધર્મના પ્રચાર અને પ્રસારની જવાબદારી સમગ્ર સમાજની છે. જેને લઈને કલોલમાં વિશ્વ ઉમિયાધામ દ્વારા હનુમંતકથાનું આયોજન કરાયુ છે.