
વડના 11 પાંદડા સાફ પાણીથી ધૂઓ અને તેના પર કેસરથી શ્રીરામ લખીને માળા બનાવીને હનુમાનજીને પહેરાવો. તેનાથી તમારા ખરાબ દિવસો જતાં રહેશે.

હનુમાનજીને શુદ્ધ ઘીના બનાવેલા ચુરમાનો પ્રસાદ ધરાવો. તેનાથી હનુમાનજીની કૃપા તમારા પર બની રહેશે.

હનુમાનજીની પ્રતિમા પર ગંગાજળનો અભિષેક કરો. તેના પછી વિધિપૂર્વક પૂજા કરો. ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે.

હનુમાન જયંતિ પર હનુમાન ચાલિસાના 7 વાર પાઠ કરો. તેના પછી ગોળ-ચણાનો પ્રસાદ ધરાવો. તેનાથી મુશ્કેલીઓ ઓછી થાય છે.