
કાંસકાનો ઉપયોગ- ગંઠાયેલા વાળ વધારે તૂટી જાય છે અને શિયાળામાં વાળ સરળતાથી ગુંચવાઈ જાય છે, તેથી તેમને છૂટા કરવા માટે તમારે જાડા દાંતાવાળા કાંસકાનો જ ઉપયોગ કરવો જોઈએ.

પર્યાપ્ત માત્રામાં પાણી પીવો- પાણીની કમી શિયાળામાં સામાન્ય છે અને આ કારણથી જ વાળ શુષ્ક પડી જાય છે, તેથી શિયાળામાં જરૂરી માત્રામાં પાણી પીવુ જરૂરી છે. સાથે જ એક પૌષ્ટિક અને હેલ્ધી ડાયલ પમ લો, જેમાં તમામ વિટામિન અને મિનરલ્સ હોય, જેથી તમારા વાળ મજબૂત રહે.

યોગ્ય શેમ્પૂને પસંદ કરો- શિયાળામાં સલ્ફેટ અને પેરાબેન ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરો. ખાસ કરીને જે લોકો ખરવાની સમસ્યાથી પરેશાન છે અને હા કંડીશનર લગાવવાનું તો ક્યારેય ના ભૂલવુ. કારણ કે કંડીશનર તમારા વાળને આખો દિવસ હાઈડ્રેટેડ અને ફ્રિજિ ફ્રી રાખવામાં મદદ કરે છે.