Hair Care: જો શિયાળામાં તમારા પણ વાળ ખરે છે તો તમે આ ટિપ્સ અપનાવો

|

Dec 27, 2022 | 7:04 PM

Hair Care: શિયાળામાં વાળ અને ત્વચામાં શુષ્કતા જોવા મળે છે. વાળમાં વધારે શુષ્કતા આવવાના કારણે વાળ ખરવાની સમસ્યામાં વધારો જોવા મળે છે. તો આજે તેના ઘરગથ્થુ ઉપાયો શું છે તે જાણીશું.

1 / 5
શિયાળામાં આપણી સ્કીન અને વાળમાં શુષ્કતા આવી જાય છે તેના કારણે વાળમાં ડેન્ડ્રફ અને ખંજવાળ જેવી સમસ્યાઓનો ઉત્પન થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે આપણે ઘણાં કોસ્મેટીક વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. જે આપણી હેલ્થ માટે હાનિકારક છે તો વાળની શુષ્કતા દૂર કરવા માટેના કયાં ઘરગથ્થુ નુસ્ખા અપનાવવા જોઈએ.

2 / 5
આમળામાં  વિટામિન C, E અને A જેવા પોષણ તત્વોથી ભરપૂર હોય છે. જેના કારણે આમળાને સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે. જો તમે આમળાને ડાયટમાં સામેલ કરો છો તો તે તમારા વાળના ગ્રોથ વધારવામાં મદદ રુપ થાય છે. આમળાના પાવડરને અઠવાડિયામાં એક વાર વાળમાં લગાવવો જોઈએ.

3 / 5
શિયાળામાં વાળ વધારવા અને તેની શુષ્કતાને દૂર કરવા માટે મગફળી, ડ્રાયફ્રૂટ્સ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ. આ ખોરાક તમારી ત્વચા, વાળ અને શરીરને સ્વસ્થ બનાવવા માટેના પોષક તત્વોથી ભરપૂર હોય છે. જેના કારણે તે તમારા શરીરની ઉણપને દૂર કરે છે.

4 / 5
શિયાળામાં વાળમાં તેલથી માલિશ કરવી જરૂરી છે. શિયાળામાં તેલ લગાવવાથી વાળને પોષણ મળે છે અને વાળને ઝડપથી વધવામાં મદદ કરે છે. જો તમે અઠવાડિયામાં એક વાર વાળમાં તેલ માલિશ કર્યા પછી શેમ્પુથી વાળને ધોઈ નાખવા જોઈએ.

5 / 5
શિયાળામાં વાળને સ્મુથ કરવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. તમે એલોવેરા જેલમાં પાણી ઉમેરીને તમે તમારા વાળ પર લગાવીને તેને 20થી 30 મિનિટ સુધી રહેવા દો. તે પછી વાળને  શેમ્પૂથી ધોઈ લો. આ હેર માસ્ક તમારા વાળને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરશે.

Next Photo Gallery