દેશમાંથી કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સની કુલ નિકાસમાં 31 ટકા શેર સાથે ગુજરાત પ્રમુખ નિકાસકાર રાજ્યઃ ભૂપેન્દ્ર પટેલ

|

Oct 18, 2024 | 6:22 PM

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્ર સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ દ્વારા આયોજિત ઈન્ડિયા કેમ 2024માં ભાગ લેવા મુંબઈ ગયા હતા. ઈન્ડિયા કેમ 2024ને સંબોધન કરતા ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ડાઈઝ અને ઈન્ટરમિડીયેટ્સના પ્રોડક્શનમાં ગુજરાત 75 ટકા જેટલું યોગદાન આપે છે.

1 / 6
ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર મંત્રાલય તથા ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ દ્વારા મુંબઈમાં ત્રિદિવસીય ઈન્ડિયા કેમ-2024નું આયોજન કરવામાં આવ્યુ હતું.

2 / 6
ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને પરિષદના 13માં સંસ્કરણમાં સહભાગી થયા હતા. કેન્દ્રીય આરોગ્ય પરિવાર કલ્યાણ તથા કેમિકલ એન્ડ ફર્ટીલાઈઝર મંત્રી જગત પ્રકાશ નડ્ડા, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ તેમજ મધ્યપ્રદેશ અને ઓડિશાના મુખ્યમંત્રીઓ પણ ઈન્ડિયા કેમ-2024માં જોડાયા હતા.

3 / 6
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ડાઈઝ અને ઈન્ટરમિડીયેટ્સના પ્રોડક્શનમાં ગુજરાત 75 ટકા જેટલું યોગદાન આપે છે. તેમજ બેઝિક કેમિકલથી લઈને સ્પેશ્યલાઈઝ્ડ કેમિકલ, પોલીમર, ફર્ટીલાઈઝર, ડાઈઝ અને પિગમેન્ટ્સ જેવા સેક્ટરમાં ગુજરાતે મહારથ હાંસલ કરી છે એમ તેમણે ઉમેર્યુ હતું.

4 / 6
ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, વડાપ્રધાનના વિઝનથી ગુજરાતમાં આકાર પામેલો દહેજ PCPIR વર્લ્ડ ક્લાસ ફેસેલિટીઝ સાથે કેમિકલ્સ-પેટ્રોકિમિકલ્સ ઉદ્યોગો માટે સાનુકૂળ માહોલ સર્જનારો બન્યો છે.

5 / 6
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઈન્ડિયા કેમ-2024ને સંબોધતા જણાવ્યું કે, આ વર્ષની વાયબ્રન્ટ સમિટમાં કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં પાંચ લાખ 34 હજાર કરોડના રોકાણો સાથેના 3256 પ્રોજેક્ટસ રાજ્યમાં આવ્યા છે.

6 / 6
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં લીડીંગ સ્ટેટ તરીકે મેળવેલી ઉપલબ્ધિઓની પ્રભાવક પ્રસ્તુતિ આ કોન્ફરન્સમાં કરી હતી (Image courtesy Information Department Gujarat)

Next Photo Gallery