બજેટમાં ગિફ્ટ સિટી માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, ગિફ્ટ સિટી બનશે ‘સપનાનું શહેર’
ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ વિધાનસભામાં રજૂ થયું. આ બજેટમાં ગિફ્ટ સિટી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ગિફ્ટ સિટીને 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની 'સપનાના શહેર'તરીકે ઓળખ મળશે.
ગિફ્ટ સિટીની આસપાસ 4.5 કિ.મી. લાંબા રિવફ્રન્ટનું નિર્માણની કરાશે. જેના માટે બજેટમાં 100 કરોડની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. તો રિવરફ્રન્ટને અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે.
5 / 5
ગિફ્ટ સિટી ખાતે ફિન ટેક હબની સ્થાપના માટે બજેટમાં રૂપિયા 52 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમ, ગિફટ સિટીના વિકાસ માટે કુલ 152 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.