
બીજા તબક્કામાં મતદાન માટે ટ્રાન્સજેન્ડર મતદાતાઓ પણ મતદાન મથકો પર પહોંચ્યા હતા.

અનેક વર-કન્યા પણ પોતાના લગ્ન પ્રસંગ બાદ મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચ્યા હતા.

આ સાથે 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયુ છે. પ્રથમ તબક્કામાં પણ 61 ટકા મતદાન નોંધાયુ હતુ. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન નોંધાયુ હતુ.

દિયોદર વિધાનસભા મતવિસ્તારમાં નાની ઘરનાળ ગામે કોરોના પોઝિટિવ પેશન્ટ બાબુભાઇ દેસાઇએ PPE કીટ પહેરી કોવિડ પ્રોટોકોલ સાથે મતદાન કર્યુ હતુ.

દિવ્યાંગ મતદાતાઓ પણ પહોંચ્યા હતા લોકશાહીના પર્વમાં ફરજ નીભવવા.

મોટી ઉંમરના મતદાતાઓ પણ યુવાન જેવો ઉત્સાહ લઈને મતદાન કરવા પહોંચ્યા હતા.

વૃદ્ધો એ મતદાન કરીને યુવા મતદાતાઓને મતદાન માટે કર્યા પ્રેરિત.
Published On - 7:54 pm, Mon, 5 December 22